ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનો

23 May, 2025

ભારતના ભવ્ય રેલવે સ્ટેશનમાં મુંબઈમાં સ્થિત, વિક્ટોરિયન ગોથિક શૈલીમાં ડિઝાઇન કરાયેલ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.

ગુજરાતમાં સ્થિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પર તમને એરપોર્ટ જેવો અનુભવ થશે. તેના ઉપર એક 5-સ્ટાર હોટેલ બનેલી છે.

કર્ણાટકમાં આવેલું મૈસુર રેલવે સ્ટેશન રાત્રે મહેલની જેમ ઝળહળે છે. તે શાહી દેખાવ અને મૈસુર પેલેસથી પ્રેરિત છે.

રાજસ્થાનમાં આવેલું જેસલમેર રેલવે સ્ટેશન એક પર્યટન સ્થળ જેવું લાગે છે. તે રાજસ્થાનના હવેલીઓથી પ્રેરિત છે.

કોલકાતામાં સ્થિત હાવડા જંક્શન વસાહતી યુગની ભવ્યતા દર્શાવે છે.

તમિલનાડુમાં આવેલું ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન એક પ્રભાવશાળી લાલ ઈંટની ઇમારત છે જે ફિલ્મો અને ગીતોમાં ઘણી વખત દર્શાવવામાં આવી છે.

છત્તીસગઢમાં આવેલું બિલાસપુર રેલવે સ્ટેશન આધુનિક અને ખૂબ જ સુવ્યવસ્થિત છે.

કર્ણાટકમાં સ્થિત બદામી રેલવે સ્ટેશન ઐતિહાસિક ગુફાઓ અને મંદિરોની નજીક છે જેના કારણે તેની ડિઝાઇન પણ તે શૈલીથી પ્રેરિત છે.