ગુજરાતમાં હવે ઘર ખરીદદારોએ ભરવી પડશે માત્ર આટલી સ્ટેમ્પ ડ્યુટી

30 June, 2025

રહેણાંક મકાનોના ટ્રાન્સફર પર 80% સ્ટેમ્પ ડ્યુટી માફ, હવે માત્ર 20% સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની રહેશે

એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ આધારિત ટ્રાન્સફર માટે લાગુ, સોસાયટી, એસોસિએશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશનો માટે અમલમાં

દંડ સહીત કોઈ વધારાનો બોજ નહીં પડશે, કુલ ચૂકવણી અગાઉ જેટલી જ રહેશે

હાઉસિંગ સોસાયટીઓમાં ટ્રાન્સફર ફી પર મર્યાદા, કુલ અવેજ રકમના 0.5% અથવા વધુમાં વધુ ₹1 લાખ

કાયદેસર વારસદારોને અવેજ વગર ટ્રાન્સફર પર કોઈ ફી નહીં, સાથે કોઈ ડેવલપમેન્ટ ચાર્જ કે દાન પણ નહીં વસૂલાય

સહકારી કાયદામાં સુધારા દ્વારા મનમાની અટકાવાઈ, 30,000થી વધુ સોસાયટીઓ પર સીધી અસર