સુંદર પિચાઈને સમગ્ર વિશ્વમાં બધા ગૂગલના સીઈઓ તરીકે ઓળખે છે
આજે 10 જૂને દિગ્ગજ IT કંપની Googleના CEO સુંદર પિચાઈનો 51મો જન્મદિવસ છે
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો સફળતાનો રસ્તો સરળ નહોતો
સુંદર પિચાઈનો જન્મ 10 જૂન, 1972ના રોજ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યના ચેન્નાઈ શહેરમાં થયો હતો
સુંદર પિચાઈએ સિલિકોન વેલી, યુએસએમાં સેમિકન્ડક્ટર ઉત્પાદક કંપનીમાં એન્જિનિયર અને પ્રોડક્ટ ડેવલપર તરીકે તેમની પ્રથમ નોકરી શરૂ કરી
વર્ષ 2004માં તે ગૂગલ સાથે જોડાયા. ગૂગલમાં રહીને તેમણે જીમેલ અને ગૂગલ મેપ્સ જેવા ઘણા પ્રોગ્રામ્સ ડેવલપ કર્યા
ફેબ્રુઆરી 2022 સુધીમાં, સુંદર પિચાઈની કુલ સંપત્તિ આશરે 1.3 બિલિયન ડોલર છે
સુંદર પિચાઈને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ 2022 માં ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને 3 ડિસેમ્બર 2022 ના રોજ સાન ફ્રાન્સિસ્કો યુએસમાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ દ્વારા પદ્મ ભૂષણ એવોર્ડ મળ્યો હતો.
સુંદર પિચાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની G-20 સમિટની બેઠકમાં અધ્યક્ષ પદ માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખડગપુરમાં અભ્યાસ કરતી વખતે સુંદર પિચાઈ અંજલિ પિચાઈને મળ્યા હતા
અંજલિ સોફ્ટવેર એન્જિનિયર પિચાઈની ક્લાસમેટ હતી. તેમણે અંજલિ પિચાઈ સાથે લગ્ન કર્યા છે અને તેમને બે બાળકો છે, કાવ્યા પિચાઈ અને કિરણ પિચાઈ
સાડી પહેરી સફાઈ કરતી જોવા મળી મોનાલિસા, જુઓ Video