આદુની ચા પીવાના  જાણો ગેરફાયદા

1૩ Aug 2024

આદુ એક એવી જડીબુટ્ટી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ આદુની ચા પીવાથી શરીરને ઘણું નુકસાન પણ થઈ શકે છે.

જો તમને આ સમસ્યાઓ છે, તો ભૂલથી પણ આદુની ચાનું વધુ પ્રમાણમાં સેવન ન કરો.

વધુ માત્રામાં આદુની ચા પીવાથી પેટમાં ગેસ, ખેંચ અને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આદુના વધુ પડતા સેવનથી લોહી પાતળું થઈ શકે છે. તેથી, જે લોકોનું લોહી પહેલેથી જ પાતળું છે તેઓએ આદુનું સેવન ટાળવું જોઈએ.

જો તમારું બ્લડ પ્રેશર ઓછું છે અને તમે આદુનું સેવન કરો છો તો આજથી તેને બંધ કરી દો. કારણ કે આદુના સેવનથી બ્લડપ્રેશર ઓછું થઈ શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન આદુની ચા મર્યાદિત માત્રામાં લેવી જોઈએ. કારણ કે આદુ ગરમ સ્વભાવ ધરાવે છે.

કેટલાક લોકોને આદુની ચાથી એલર્જી થઈ શકે છે, જેના કારણે ત્વચા પર ખંજવાળ, ફોલ્લીઓ અથવા સોજો આવી શકે છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ માહિતી નિષ્ણાતોની સલાહ લીધા બાદ પગલાં લેવા.