કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓને PR મળશે

28 July, 2025

Tv9 Gujarati

કેટલાંક કેનેડિયન રાજ્ય એવા છે જ્યાં અન્ય રાજ્યમાંથી અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓને પણ PR મળતા હોય છે. 

આલ્બર્ટામાં અભ્યાસ પછી વ્યવસાય શરૂ કરનારા વિદ્યાર્થીઓ માટે બે PR કાર્યક્રમો ઉપલબ્ધ છે.

મેનિટોબામાં ત્રણ અલગ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને કાયમી રહેઠાણ મેળવવાની તક મળે છે.

ન્યૂ બ્રુન્સવિક રાજ્યમાં નોકરીની ઓફર ધરાવતાં વિદ્યાર્થીઓને PR માટે બે માર્ગ ઉપલબ્ધ છે.

ન્યુફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોર રાજ્યમાં ત્રણ અલગ શ્રેણીઓમાં પીઆર માટે અવકાશ છે.

નોવા સ્કોટીયામાં અભ્યાસ અને કામનો અનુભવ ધરાવતાં વિદ્યાર્થીઓ માટે બે PR સ્ટ્રીમ છે.

ઓન્ટારિયોમાં ફક્ત ડિગ્રીના આધારે પણ PR મેળવવાની તક છે.

પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ રાજ્યમાં ડિગ્રી અને નોકરીની ઓફર ધરાવતાં વિદ્યાર્થીઓ માટે PRનો એક રસ્તો છે.

સાસ્કાચેવાનમાં અભ્યાસ અને નોકરી પછી વિદ્યાર્થીઓ માટે PR મેળવવાનું એક માર્ગ છે.