ગણેશ ચતુર્થી પર આ 5 ભૂલો ન કરીને મેળવો બાપ્પાના આશીર્વાદ
11 સપ્ટેમ્બર 2023
Pic credit - Freepik
હિંદુ ધર્મના મુખ્ય તહેવારોમાંના એક ગણેશ ચતુર્થી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન 10 દિવસનો તહેવાર ઉજવવામાં આવે છે જે અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થાય છે.
ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવવામાં આવે છે
માન્યતા છે કે ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. તેથી આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે
આ દિવસે થયો હતો ભગવાન ગણેશનો જન્મ
ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરીને તેમની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. પૂજા દરમિયાન કેટલીક વાતોનું ધ્યાન રાખો
આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ભગવાન ગણેશની અધૂરી કે તૂટેલી મૂર્તિ ઘરમાં ન લાવવી
ખંડિત મૂર્તિની સ્થાપના ન કરો
ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ
લસણ અને ડુંગળી ન ખાઓ
ભગવાન ગણેશની પૂજામાં ભૂલથી પણ તુલસીના પાન અને કેતકીના ફૂલનો ઉપયોગ ન કરો
પૂજામાં તુલસીના પાન અને કેતકીના ફૂલ ન રાખો
ગણેશ ચતુર્થીના દિવસે પૂજામાં ક્યારેય કાળા કે વાદળી વસ્ત્રો ન પહેરવા જોઈએ અને અંધારામાં પણ તેના દર્શન ન કરવા જોઈએ
કાળા વસ્ત્રો ન પહેરવા
ગણેશ ચતુર્થીના દિવસે કોઈની સાથે અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ અને ગુસ્સો કરવો જોઈએ નહીં