PM મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં 10મી વાયબ્રન્ટ સમિટ યોજાશે
20 સપ્ટેમ્બર 2023
10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પુર્વાર્ધ રૂપે વધુ પાંચ MoU થયા સંપન્ન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ પાંચ MoU દ્વારા કુલ 1,095 કરોડ રૂપિયાના સંભવિત રોકાણો રાજ્યમાં આવશે.
ગુજરાત ગ્લોબલ સમિટના પુર્વાર્ધ રૂપે થયેલા MOUના પરિણામે આગામી વર્ષમાં 1,230 જેટલા રોજગાર અવસર ઊભા થશે.
આગામી વાયબ્રન્ટ સમિટની શરૂઆત પૂર્વે જ રાજ્ય સરકારે રાજ્યમાં મૂડીરોકાણો મેળવવા માટે વિવિધ ઉદ્યોગકારો સાથે MoU કરવાનો નવતર ઉપક્રમ
જુલાઈ 2023થી અત્યાર સુધીમાં 7 તબક્કામાં કુલ 13,536 કરોડ રૂપિયાના સંભવિત રોકાણો માટેના MoU થયા
આ MoU સાકાર થતા સંપૂર્ણ રીતે 50,717 જેટલા રોજગાર અવસરો રાજ્યમાં ઊભા થશે.
પેકેજીંગ મટિરિયલ ઉત્પાદન, પ્લાસ્ટિક, ટેક્ષટાઇલ અને રિન્યુએબલ સેક્ટરના પ્રોજેક્ટસ, સહિત અનેક પ્રોડક્ટસ માટેના MoU થયા
રાજ્ય સરકારના પ્રો-એક્ટીવ અભિગમને પરિણામે ઉદ્યોગ સ્થાપના માટે જમીન મેળવવાથી લઈને તમામ પરવાનગીઓ સરળતાથી મળી રહેશે.
MoU કરનારા ઉદ્યોગકારોએ સંતોષ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
સુરતમાં સાયબર ફ્રોડથી બચવાની જાગૃતિ આપતા ગણેશજી