ફિલ્મ આદિપુરુષની ચર્ચા ચારો તરફ છે 16 જૂને રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા જ દિવસે મોટી કમાણી કરી છે

500 કરોડમાં બનેલી આ ફિલ્મના સ્ટાર કાસ્ટે ફિલ્મમાં એક્ટિંગ કરવાની કેટલી ફી લીધી છે તે હવે બહાર આવ્યું છે .

આ ફિલ્મમાં રાઘવ બનેલ સાઉથ એક્ટર પ્રભાસે ફિલ્મ માટે 100 થી 150 કરોડની ફી લીધી છે.

માતા જાનકીના રોલ માટે બોલિવુડની અભિનેત્રી સેનને 3 કરોડ રુપિયા લીધા છે.

રાવણના રોલ માટે સૈફ અલીખાને 12 કરોડ રુપિયા ફી લીધી છે.

એક્ટર શની સિંહ જે રાઘવના ભાઈ લક્ષ્મણના રોલમાં છે તેણે તે ભૂમિકા માટે 1.5 કરોડ રુપિયા ફી લીધી છે.

એક્ટર સોનલ ચૌહાણ જે આ ફિલ્મમાં રાવણની પત્ની મંદોદરીના રોલમાં છે તેણે આ ફિલ્મ માટે 50 લાખ રુપિયા લીધા છે.

ફિલ્મ આદિપુરુષ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી  છે.

રિપોર્ટ મુજબ ફિલ્મ 500 કરોડમાં બનાવવામાં આવી છે જો કે ફિલ્મ મોટા ભાગની કમાણી ફિલ્મ રિલીઝ પહેલા કરી લીધી છે.

Appleના CEO ટીમ કૂકને લાગ્યો આંચકો, 350 વર્ષ જૂની પેઇન્ટિંગમાં જોવા મળી હતી આ ચીજ