અળસીના બીજ છે ગુણોથી ભરપુર, પણ આ લોકો ના કરે તેનો ઉપયોગ

અળસીના બીજમાં ઓમેગા-3, ઓમેગા-6 થી લઈને પ્રોટિન, ફાયબર, મેંગ્નેશિયમ અને ફોસ્ફેટ જેવા ભરપુર પોષક તત્વો હોય છે.

ત્વચાને ચમકદાર બનાવવાથી લઈને વજન ઘટાડવા, સુગર અને કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરવા સહિત અનેક રીતે ફાયદાકારક છે

પોષક તત્વોથી ભરપુર અળસીની તાસીર ગરમ હોય છે આથી ગરમીમાં તેના ઉપયોગથી બચવુ જોઈએ તેમજ અમુક લોકો માટે તે નુકસાનકારક છે

પ્રેગ્નેન્ટ મહિલાઓએ અળસીના બીજ બિલકુલ ન ખાવા જોઈએ કારણ કે તેમા એસ્ટ્રોજન ગુણ હોય છે જે માતા અને બાળક બન્ને માટે નુકસાનકારક છે

અળસીમાં આમતો ભરપુર પ્રમાણમાં ફાયબર હોય છે આથી જેને લૂઝ મોશનની સમસ્યા હોય તેમણે અળસી ન ખાવી જોઈએ

જે લોકો એલર્જીની સમસ્યાથી પિડાતા હોય તેમણે પણ અળસીના બીજનો ઉપયોગ ન કરવો જોઈએ

જો તમે ડાયાબિટિસ કે અન્ય કોઈ બિમારીની દવા લઈ રહ્યા હોવ ત્યારે પણ તમારે અળસીના ઉપયોગથી બચવુ જોઈએ

નાળિયેર પાણીથી કોલેસ્ટ્રોલ થશે દૂર, હૃદય રહેશે હેલ્ધી