ધરતી છોડીને અંતરીક્ષમાં કર્યા લગ્ન

04 July, 2025

તમે ઘણા લગ્નો વિશે સાંભળ્યું હશે. જેમાં એક કરતાં અનેક વિશેષતા હોય છે.

પરંતુ એક લગ્ન એવા હતો જે પૃથ્વી પર નહીં પણ અવકાશમાં થયા હતા.

તમને જણાવી દઈએ કે, આ લગ્ન યુરી માલેન્ચેન્કોએ 10 ઓગસ્ટ, 2003 ના રોજ અવકાશમાં કર્યા હતા.

જ્યારે યુરી માલેન્ચેન્કોએ લગ્નની પ્રતિજ્ઞા લીધી ત્યારે તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર હતા.

જ્યારે તેમની દુલ્હન, એકટેરીના દિમિત્રીવા, ટેક્સાસ, યુએસએમાં હતી.

માહિતી અનુસાર, સમારોહ વિડિઓ લિંક દ્વારા યોજાયો હતો.

માલેન્ચેન્કોએ અનેક મિશન પર કામ કરતી વખતે કુલ 827 દિવસ અવકાશમાં વિતાવ્યા છે.

તેઓ સોયુઝ TM-19, STS-106 અને સોયુઝ TMA-2 સહિત અનેક મિશનનો ભાગ હતા.

માત્ર એટલું જ નહીં, માલેન્ચેન્કોએ તેમની કારકિર્દી દરમિયાન 6 વખત અવકાશમાં ચાલ પણ કરી હતી.