આ પાંચ ફુડ્સના વધુ પડતા સેવનથી બહુ જલદી દેખાવા લાગશે ઉંમર, ચહેરા પર દેખાશે કરચલી
6 Dec 2024
જેમ-જેમ ઉમર વધે છે આપણા ચહેરા, હાથ અને ગરદન પર તેના નિશાન દેખાવા લાગે છે.
ઉંમરની સાથે કરચલી, ફાઈન લાઈન્સ, લચીલી ત્વચા અને તેની ચમક ઓછી થવી એ સામાન્ય છે અને તે દરેકની સાથે થાય છે.
પરંતુ ઘણીવાર કેટલીક ભૂલોને કારણે ચહેરા પર બૂઢાપાના નિશાન દેખાવા લાગે છે. જો આપના ચેહરા પર પણ સમય પહેલા ઉમર દેખાઈ રહી હોય તો તેનુ કારણ તમારી અયોગ્ય જીવનશૈલી અને તમારુ ખાનપાન હોઈ શકે છે.
આજે અમે આપને કેટલા એવા ફુડસ્ વિશે જણાવશે જે સમય પહેલા એજિંગની સમસ્યા વધારે છે. આપની હેલ્થ સાથે જ સ્કિન માટે પણ આ ફુડ્સ સારા નથી.
આ ફુડ્સના કારણે પ્રિમ્ચ્યોર એજિંગ થાય છે અને આપના ચહેરા પર કરચલીઓ અને ફાઈન લાઈન્સ દેખાવા લાગે છે.
દારુ સ્વાસ્થ્યની સાથે સ્કિન માટે પણ નુકસાનકારક છે. તેની વધુ પડતી માત્રા સ્કિનને ડ્રિહાઈડ્રેટ કરી દે છે અને તે ડ્રાઈ થઈ જાય છે જેનાથી કરચલી વધવા લાગે છે.
પ્રોસેસ્ડ સુગર શરીર માટે અત્યંત હાનિકારક છે. આ સાથે જ તે આપની સ્કિન માટે પણ નુકસાનકારક છે.
મીઠાઈ, કેન્ડી, ચોકલેટ, કોલ્ડ ડ્રીંગ જેવી ચીજોમાં વપરાતી સુગર સ્કિનને જવાન રાખનારા જરૂરી પ્રોટીન કોલેજનને પ્રભાવિત કરે છે. જેનાથી સ્કિન સમય પહેલા લચીલી અને કરચલીઓથી ભરાઈ જાય છે.
ચા કોફીમાં કેફિન હોય છે જે યુરીનને વધારે છે અને ત્વચામાંથી પાણી ખેંચે છે. ડ્રિહાઈડ્રેટ સ્કિન સુકી, સુસ્ત અને રુખીરુખી થઈ જાય છે. જેનાથી કરચલી, ફાઈનલાઈન્સ અને આંખોની નીચે પફનેસ જોવા મળે છે.
સ્કિનને વધતી ઉમરે પણ જવાન રાખવા અને પ્રિમેચ્યોર એજિંગને ઓછુ કરવા માટે આપે લીલા શાકભાજી, ફળો, બીન્સ, ડ્રાઈફ્રુટ્સ અને નટ્સ જેવા હેલ્ધી ફુડ્સનું સેવન કરવુ જોઈએ.
અહીં આપવામાં આવેલી બાબતો સામાન્ય જાણકારી પર આધારિત છે. અમલ કરતા પહેલા આપના ડૉક્ટર સાથે પરામર્શ જરૂર કરો