PF ખાતું છે, તો તમને મળશે રૂપિયા 7 લાખનું વીમા કવર

27 ઓકટોબર, 2025

લાખો કર્મચારીઓ માટે EPF ફક્ત નિવૃત્તિની બચત નથી. તેમાં ₹7 લાખ સુધીનો મફત જીવન વીમો પણ શામેલ છે.

આ વીમો EPFOની કર્મચારી ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ (EDLI) યોજના હેઠળ આપવામાં આવે છે.

સૌથી ખાસ વાત કર્મચારીના પગારમાંથી એક પણ પૈસો કપાતો નથી, સમગ્ર પ્રીમિયમ કંપની ચૂકવે છે.

જો કોઈ EPF સભ્ય કર્મચારીની સેવા દરમિયાન મૃત્યુ થાય, તો તેના પરિવારને આ વીમા હેઠળ રકમ મળે છે.

આ યોજનામાં લઘુત્તમ ₹2.5 લાખ અને મહત્તમ ₹7 લાખ સુધીનો લાભ આપવામાં આવે છે.

વીમા રકમની ગણતરી માટેનું સૂત્ર છે...(છેલ્લા 12 મહિનાનો સરેરાશ પગાર × 35) + PF બેલેન્સના 50%.

જો કંપની સમયસર ફાળો ન આપે, તો દર મહિને 1% દંડ લાદવામાં આવે છે.

આ યોજના EPF ધરાવતા દરેક કર્મચારીને નાણાકીય સુરક્ષા અને પરિવાર માટે રક્ષણ પૂરુ પાડે છે.