21 દિવસ સુધી બીયર પીવો તો શરીરમાં શું ફેરફાર થાય? 

28 Aug 2024

બીયર એ વિશ્વના સૌથી જૂના અને સૌથી વધુ વપરાતા પીણાંમાંનું એક છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, ક્યારેક-ક્યારેક ઠંડી બીયર પીવાથી લોકો માટે કોઈ મોટું સ્વાસ્થ્ય જોખમ નથી.

પરંતુ દરરોજ નિયમિતપણે બીયર પીવાથી તમારા શરીર પર ઘણી અસરો થઈ શકે છે.

જો કોઈ વ્યક્તિ 21 દિવસ સુધી સતત બીયર પીવે તો તેના શરીર પર તેની શું અસર થાય છે.

દરરોજ બીયર પીવાથી વજન પર સૌથી વધુ અસર પડે છે. કારણ કે તેમાં કેલરીનું પ્રમાણ વધુ હોય છે, જે પેટની આસપાસની ચરબીને વધારે છે.

બીયર પીવાથી ફેટી લીવર, આલ્કોહોલિક હેપેટાઈટીસ અને સિરોસિસ જેવા લીવરના રોગો થવાનું જોખમ વધી શકે છે.

21 દિવસ સુધી સતત બિયર પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. આ પીવાથી પેશાબમાં વધારો થાય છે, જેનાથી શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે.

બીયર પોષક તત્ત્વોના શોષણને અવરોધે છે, જે વિટામિન બી 12 જેવી ઉણપ તરફ દોરી શકે છે.

સતત બીયર પીવાથી હૃદય રોગ થવાનું જોખમ વધી શકે છે. કાર્ડિયોમાયોપેથી અને સ્ટ્રોક જેવા હૃદય સંબંધિત રોગોનું જોખમ પણ વધે છે.

વધુ પડતી બીયર પીવાથી ઊંઘના ચક્રમાં પણ ખલેલ પડે છે, જેનાથી થાક અને અનિદ્રા થઈ શકે છે.

દરરોજ નિયમિતપણે બીયર પીવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડી શકે છે. તેનાથી ડિપ્રેશન અને ચિંતા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

નોંધ: દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આલ્કોહોલ અથવા બીયર જેવા પીણાંથી બિલકુલ દૂર રહેવું જોઈએ.