પૂજા રૂમમાં ના કરશો આ ભૂલો, ઘરની સુખ સમૃદ્ધિ ખોરવાઈ જશે 

17 May 2025

હિન્દુ ધર્મમાં ઘરમાં રહેલ મંદિર અને પૂજા સ્થાનને પવિત્ર માનવામાં આવે છે. 

ઘરમાં રહેલ મંદિર

આ પવિત્રતા આપણી માનસિક શાંતિ અને ઘરનું આધ્યાત્મિક કેન્દ્ર છે. 

આપણી માનસિક શાંતિ

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના મંદિરમાં આપણે કેટલીક એવી ભૂલો કરીએ છીએ કે જેનાથી આપણને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 

વાસ્તુશાસ્ત્ર અનુસાર

માન્યતા મુજબ, ઘરના મંદિરમાં યોગ્ય નિયમોનું પાલન કરવામાં ન આવે તો સુખ સમૃદ્ધિમાં ઘટાડો આવે છે. 

યોગ્ય નિયમોનું પાલન

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના મંદિરમાં વધારે પડતી તસવીરો અને મૂર્તિઓ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વધારો થાય છે. 

નકારાત્મક ઉર્જા

પૂજા રૂમને સાફ અને વ્યવસ્થિત રાખવો જોઈએ. પૂજા રૂમમાં ફાટેલી ચોપડી અને તૂટેલી મૂર્તિ ન રાખવી જોઈએ. આનાથી ઘરમાં કંકાશ થાય છે. 

ફાટેલી ચોપડી અને તૂટેલી મૂર્તિ

આ સિવાય પૂર્વજોના ફોટો પૂજા રૂમમાં મૂકવા ન જોઈએ, આવું કરવાથી ઘરમાં અશાંતિ જળવાય છે.  

પૂર્વજોના ફોટો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પૂજા રૂમમાં પાણીથી ભરેલો કળશ રાખવો જોઈએ અને તેના પર કેરીનાં પત્તા અને નારિયેળ મૂકો. આવું કરવાથી ઘરનું વાતાવારણ ઊર્જાવાન બને છે. 

પાણીથી ભરેલો કળશ 

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.