ફળોનો રાજા કહેવાતી કેરીની  ઉનાળાની સિઝનમાં ભારે  માગ હોય છે.

કેરી સ્વાદની સાથે સ્વાસ્થ્ય  માટે પણ ફાયદા કારક છે.

પરંતુ શું તમે જાણો છો કે માત્ર કેરી જ નહીં તેના બીજ જેને આપણે ગોટલી કહીએ છીએ તે પણ સ્વાસ્થ્ય માટે  ખુબ જ ફાયદા કારક છે.

કેરીની ગોટલીમાં ઔષધીય ગુણો રહેલા છે તે આપડી સ્કિનથી લઈને હાર્ટની પણ રક્ષા કરે છે.

કેરીની ગોટલી એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી  ભરપૂર છે જે તણાવથી બચાવવામાં મદદ કરે છે. જેની માટે તેને સુકવી પાઉડર બનાવી દવાના રુપમાં લઈ શકાય છે.

કેરીની ગોટલી ડાયાબિટીસના દર્દી માટે પણ ફાયદાકારક છે જે બ્લડ સુગર સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે પણ લેતા પહેલા ડોક્ટરની સલાહ જરુર લેવી

ડાયેરિયાની સમસ્યામાં પણ ગોટલીનો પાઉડર લેવાથી ફાયદો થાય છે જેની માટે તેના પાઉડરને મધ સાથે લેવામાં આવે છે.

ત્વચાની સમસ્યાઓ ઘટાડવા માટે કેરીની ગોટલીના તેલનો ઉપયોગ થાય છે જે ખીલ સહિતની સમસ્યામાં રાહત આપે છે

 ગોટલીનો પાવડર કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે ઉપયોગી છે તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલનું લેવલ વધારે છે.

નોધ: સ્વાસ્થ્ય સંબંધિ બિમારીના દર્દીઓએ નિષ્ણાંતની સલાહ જરુર લેવી