2/11/2023

ફટાકડા ફોડતા સમયે તમે ઈજાગ્રસ્ત થાવ છો ? આ બાબતનું રાખો ધ્યાન 

Pic-Social Media

દિવાળીનો તહેવાર પ્રકાશનો તહેવાર છે.જેને લોકો અલગ અલગ રીતે ઉજવણી કરે છે.

દિવાળી પર લોકો અવનવા પ્રકારના ફટાકડા ફોડતા હોય છે. જેના પગલે કેટલીકવાર લોકો ઈજાગ્રસ્ત થાય છે.

ફટાકડા ફોડતા સમયે અનુકુળતા હોય તો ચશ્મા પહેરવા જોઈએ. તેમજ યોગ્ય અંતરથી ફટાકડા ફોડવા જોઈએ.

ફટાકડા ફોડતા ઈજાગ્રસ્ત થવાય તો પેનિક થવુ ન જોઈએ.

ફટાકડા ફોડતા આંખ ઈજાગ્રસ્ત થાય તો આંખને ઘસવી નહી તેમજ વારંવાર અડવાનું ટાળવુ

આંખને ઠંડા અને ચોખ્ખા પાણીથી સાફ કરવી જોઈએ.

 જો તમે આંખના ભાગ પર ઈજાગ્રસ્ત થયા છો. તો હળવા કાપડથી ઢાંકી દો જેથી બળતરામાં રાહત થાય

 ફટાકડા ફોડતા સમયે કોઈ પણ પ્રકારની ઈજાગ્રસ્ત થવાય તો તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લો.

દિવાળી પહેલા ઘરે કોડી લાવવાના શું છે ફાયદા