દરેક વ્યક્તિ માટે ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. જો તમે સારી રીતે ઊંઘો છો તો તમારો દિવસ પણ સારો જશે. 

પણ જો રાત્રી દરમિયાન તમારી ઊંઘ બગાડે છે તો તેની પાછળ કારણ રાત્રી ભોજનમાં લીધેલ કેટલોક ખોટો ખોરાક પણ હોઈ શકે છે.

સૂતી વખતે તમને પણ ગેસ એસિડિટિ , ખોરાક ન પચવો જેવી સમસ્યા રહે છે તો તમારે કેટલીક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.

સૂતા પહેલા મીઠાઈ ખાવાથી એસિડિટી થઈ શકે છે. એટલા માટે સૂવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલાં મીઠાઈ ન ખાવી જોઈએ.

સૂતા પહેલા તીખો અને મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ આનાથી અપચો, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ચોકલેટમાં કેફીન હોય છે જે તમારી ઊંઘ બગાડી શકે છે. સૂવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલા ચોકલેટ ન ખાવી .

ટામેટામાં એસિડિક તત્વો હોય છે જે તમને અપચો અને એસિડિટીની સમસ્યા કરી શકે છે. આથી ટામેટા બને તો રાત્રીના ભોજનમાં કાચા ન ખાવા

ચામાં કેફીનનું પ્રમાણ હોય છે જે તમારી ઊંઘને ​​ખરાબ રીતે અસર કરે છે.

સ્મોકિંગ જેટલું જ ખતરનાક છે આખો દિવસ બેસી રહેવું, થાય છે આ બિમારીઓ