'Credit Card' રિવોર્ડસ પોઈન્ટનો ઉપયોગ કઈ રીતે કરવો?
દરેક વસ્તુની ખરીદી પર બેન્ક 'Reward Point' આપે છે. જણાવી દઈએ કે, દરેક બેન્કની રિડેમ્પશન વેલ્યૂ અલગ અલગ હોય છે.
રિડેમ્પશન વેલ્યૂ
'Credit Card'માં કેશબેક એ સૌથી સરળ રીત છે. કેટલાંક પોઇન્ટ્સ ક્રેડિટ કાર્ડ બિલથી એડજસ્ટ થઈ જાય છે. સરળ રીતે કહીએ તો, 4 પોઇન્ટ્સ 1 રૂપિયાની બરાબર હોય છે.
કેશબેક
Amazon, Flipkart અને બીજી બ્રાન્ડ્સના ગિફ્ટ વાઉચર અને પ્રોડક્ટસ પણ પોઇન્ટ્સથી ખરીદી શકાય છે. જણાવી દઈએ કે, ફેસ્ટિવલ સિઝનમાં વેલ્યૂ વધારે મળે છે.
વાઉચર અને પ્રોડક્ટસ
Flights, Hotels અથવા Holiday Packages બૂક કરવા પર પણ તમે આ પોઇન્ટ્સ યુઝ કરી શકો છો. કેટલીક બેન્કો એરલાઇન લોયલ્ટી પ્રોગ્રામ્સમાં પણ ટ્રાન્સફરની સુવિધા આપે છે.
લોયલ્ટી પ્રોગ્રામ્સ
વધુમાં કેટલીક બેન્કો Utility Bills, Recharge કે EMI Payment ને લઈને પણ આ સુવિધા આપે છે. જો કે, આમાં કિંમત ઓછી હોય છે.
Recharge કે EMI
રિવોર્ડસ પોઈન્ટની મર્યાદા 2 થી 3 વર્ષ જેટલી હોય છે. જો તેનો ઉપયોગ સમય પર કરવામાં ના આવે તો તે Expire થઈ જાય છે.
મર્યાદા મુજબ
નોંધનીય છે કે, પોઇન્ટ્સનો ઉપયોગ કેશબેક અને ટ્રાવેલ બૂકિંગમાં કરવામાં આવે તો વધુ ફાયદો મળે છે. તમારે Expiry ડેટનું ધ્યાન રાખવું અને ફેસ્ટિવ ઓફર્સને સમય પર રિડિમ કરો.