ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન  શરુ

આજે પ્રથમ તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારમાં જ મતદારોની લાંબી લાઈન લાગી  

અમરેલીના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પર સવાર થઈને મતદાન મથક પહોંચ્યા

પરેશ ધાનાણી સાયકલ પાછળ ગેસ સિલિન્ડર બાંધી મતદાન કરવા પહોંચ્યા

ભૂતકાળમાં પણ પરેશ ધાનાણી સાયકલ પર ખાતરની થેલી લઈને મતદાન કરવા પહોંચ્યા હતા

પરેશ ધાનાણીએ મતદાન સાથે મોંઘવારીનો વિરોધ કર્યો

પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 2 કરોડ 13 લાખ મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે

6 લાખ મતદારો પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

8 ડિસેમ્બરે પરિણામ