200ની પાર થઈ ગયું છે કોલેસ્ટ્રોલ લેવલ? તો તમારી પ્લેટમાંથી તરત જ હટાવી દો આ વસ્તુઓ

કોલેસ્ટ્રોલ એક ગંદો અને ચીકણો પદાર્થ છે જે નસોમાં જમા થઈ જામી જાય છે અને તેના કારણે જીવલેણ સ્ટ્રોક આવવાની સમસ્યા વધી જાય છે. ત્યારે તેના કારણે મોત પણ થઈ શકે છે.

કોલેસ્ટ્રોલ વધવાનુ કારણ ખરાબ લાઈફસ્ટાઈલ, તૈલી,ચીકણા અને ફાસ્ટ ફુડ જેવા ખોરાક છે જે કોલેસ્ટ્રોલનુ સ્તર વધારે છે ત્યારે આ દરમિયાન ખોરાક પર વધુ ધ્યાન આપવું

કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવા ફેટ અને તેલ વારા ખોરાકથી દૂરી બનાવવી લેવી જોઈએ કારણ કે તૈંલી ખોરાક ખાવાથી શરીરમાં પાણીની કમી થઈ જાય છે.

ચિકન સામાન્ય રીતે લો ફેટ ખોરાકમાં ગણવામાં આવે છે પણ મરધીની ત્વચામાં કેલરી, ફેટ અને કોલેસ્ટ્રોલની માત્રા વધુ હોય છે જેનાથી ખોરાકમાં કોલેસ્ટ્રોલ લેવલ વધે છે.

દૂધ અને દૂધની બનાવટની તમામ ચીજોથી દૂર રહેવું. માંત્ર 100 ગ્રામ બટરમાં 215 ગ્રામ કોલેસ્ટ્રોલ હોય છે. આ સાથે પનીર, ચીજ  જેવો ખોરાક પણ કોલેસ્ટ્રોલ વધારે છે.

બિસ્કીટ અને ચિપ્સમાં પણ કોલેસ્ટ્રોલનુ સ્તર વધુ હોય છે. કારણ કે તેમા સોડિયમ અને સુગરની માત્રા વધુ છે તેમજ તેને બનાવવા હાઈડ્રોજનેટેડ ઓઈલનો ઉપયોગ થાય છે જે હાનિકારક છે.

ઈંડા સૌથી પોષ્ટિક ખાદ્ય પદાર્થમાંના એક છે પણ કોલેસ્ટ્રોલની સમસ્યાના લોકોએ ના ખાવા જોઈએ કારણ કે 1 ઈંડામાં 207 ml કોલેસ્ટ્રોલ હોય છે.

દહીંથી પણ કોલેસ્ટ્રોલ લેવલ વધે છે. માત્ર એક કપ દહીમાં 31.8 મિલીગ્રામ કોલેસ્ટ્રોલ હોય છે, જે કોલેસ્ટ્રોલની સમસ્યાથી પિડાતા લોકો માટે યોગ્ય નથી.

શ્રાવણ માસના સોમવારે રહો સ્ફુર્તિદાયક, બનાવો આ ફરાળી ડિશ