તૂટી ગઈ યુટ્યુબર ચિંકી-મિંકીની જોડી

03 July, 2025

'ધ કપિલ શર્મા શો' ફેમ ચિંકી-મિંકી એટલે કે અભિનેત્રી સુરભી અને સમૃદ્ધિ મહેરાને આજે કોઈ પરિચયની જરૂર નથી.

ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ દ્વારા લોકોનું મનોરંજન કરતી ચિંકી-મિંકીના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે.

અહેવાલ છે કે બંને હવે અલગ થઈ ગયા છે. બંનેએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ અંગે એક પોસ્ટ શેર કરી છે.

બંનેના આ નિર્ણયથી ચાહકો આશ્ચર્યચકિત છે. ચિંકી-મિંકી એટલે કે સુરભી-સમૃદ્ધિએ પોસ્ટમાં લખ્યું છે કે બંને અલગ થઈ ગયા છે.

બંનેએ તેમના આ પગલાનું કારણ શેર કર્યું નથી. ચિંકી-મિંકી કપિલ શર્મા શોથી લાઇમલાઇટમાં આવ્યા હતા.

ચિંકી-મિંકી સોશિયલ મીડિયા પર તેમના ફેશનેબલ ફોટાથી ચાહકોને દિવાના બનાવે છે.