90 % ઘરોમાં ચા ખોટી રીતે બનાવવામાં આવે છે?

08 September, 2025

ચા બનાવવા પત્તી, ખાંડ અને દૂધ ક્યારે ઉમેરવું તે જાણવું ખૂબ જ જરૂરી છે, નહીં તો ચાનો સ્વાદ અને આરોગ્ય પર અસર થાય છે.

મોટાભાગના લોકો બધી વસ્તુઓ એકસાથે ચા બનાવવા નાખી દે છે અને લાંબા સમય સુધી ઉકાળે છે.

 આ કારણે ચા કડક થઈ જાય છે અને ગેસ અથવા એસિડિટીની સમસ્યા થાય છે.

સાચી રીતથી ચા બનાવવાની શરૂઆત કરવા સૌપ્રથમ તપેલીમાં પાણી ગરમ કરો અને પાણી ઉકળે ત્યાર પછી ચાના પત્તી ઉમેરો.

આ બાદ તેને 5 મિનિટ સુધી ઉકાળો અને પછી આદુ અથવા એલચી ઉમેરો.

ખાંડ અને દૂધ ક્યારે ઉમેરવું? તેને લઈને પણ મનમાં પ્રશ્ન થતાં હશે તો તમને જણાવીએ કે, ચામાં ખાંડને પાણી ઉકળ્યા બાદ ઉમેરવી જોઈએ.

ખાંડ ઓગળી જાય પછી દૂધ મિક્સ કરો. હવે ચાને ધીમા તાપે માત્ર 5 મિનિટ સુધી ઉકાળો.

આ પદ્ધતિથી બનાવેલી ચાનો રંગ ગાઢ, સ્વાદ બેહતર અને આરોગ્ય માટે હાનિકારક નહીં હોય.

એકવાર આ રીતે ચા બનાવીને પીશો તો પછી તમે આ જ રીત અપનાવશો.