માહી ભાઈની ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023માં શાનદાર જીત મેળવી છે.

CSKની જીત બાદ રવિન્દ્ર જાડેજા અને તેમની પત્નિ રિવાબા જાડેજા વચ્ચેના પ્રેમની સુંદર પળ કેમેરામાં કેદ થઈ હતી.

જીત બાદ પત્નિ રિવાબા ખુશ થઈ ગયા હતા અને રવિન્દ્ર જડેજાને ભેટી પડ્યા હતા. જેનો વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે.

રવિન્દ્ર જડેજા મેચ જીત્યા બાદ ટ્રોફી લઈ પત્નિ રિવાબા અને તેમની પુત્રી સાથે જોવા મળ્યા હતા.

CSKના ઓપનર બેટ્સમેન ડેવોન કોન્વે અને તેમની પત્નિ પણ IPLની ટ્રોફી સાથે નજર આવ્યા હતા.    

CSKના સ્ટાર બેટ્સમેન અજિંક્ય  રહાણેએ પણ તેમની પત્નિ અને પુત્રી સાથે ટ્રોફી હાથમાં લઈ સેલિબ્રેશન કર્યુ હતુ.

ઝડપી બોલર અને નવા કપલ દીપક ચાહર અને તેમની પત્નીએ પણ IPL ટ્રોફી સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો.

CSKના સ્ટાર સ્પિનર મહીશ તીક્ષણા પણ IPL ટ્રોફી હાથમાં લઈ ભાવુક થઈ ગયા હતા.

ચેન્નાઈનો યંગ અને જબરદસ્ત  બોલર મથીશા પથિરાનાએ પણ ટ્રોફી હાથમાં લઈ ચુમી હતી.

ટ્રોફી જીત્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જડેજા IPL 2023ની ટ્રોફી સાથે ફોટો લઈ જીતને યાદગાર બનાવી હતી.

અમદાવાદમાં પૂર્ણ થઈ IPLની ભવ્ય ક્લોઝિંગ સેરેમની, જુઓ Photos અને Video