તમારી કારમાં વધુમાં વધુ કેટલું પેટ્રોલ કે ડીઝલ ભરાવવું જોઈએ?

04-10-2025

મોટાભાગના લોકો માને છે કે પેટ્રોલ ડીઝલ ટેન્કને આખી ફૂલ કરવી એ કાર માટે શ્રેષ્ઠ બાબત છે, પરંતુ આવું નથી.

લોકો ઘણીવાર પેટ્રોલ પંપ પર ટેન્કને ફૂલ કરાવી દે છે, પરંતુ આ તેમની કારને નુકસાન પહોંચાડી શકે છે.

જ્યારે કાર ખાડામાંથી પસાર થાય ત્યારે ભરેલી ટાંકીમાંથી પેટ્રોલ ડીઝલ છલકાઈ જવાનું જોખમ વધારે છે.

વધારે ભરવેલું પેટ્રોલ ડીઝલ બહાર નીકળી શકે છે અને બિનઉપયોગી બની શકે છે.

ફૂલ ટેન્ક કરેલું પેટ્રોલ ડીઝલ વધુ પડતું દબાણ લાવી શકે છે, જે કારની ઇંધણ સિસ્ટમ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.

દરેક કારની ઇંધણ ટાંકીમાં નિર્ધારિત ક્ષમતા હોય છે, જે કાર ઉત્પાદક દ્વારા નક્કી કરવામાં આવે છે. તે મર્યાદા સુધી ભરવું શ્રેષ્ઠ છે.

ભરતી વખતે, પંપ એટેન્ડન્ટને પ્રથમ ઓટો કટ પર ભરવાનું બંધ કરવાનું કહો.