હાલમાં સ્થાનિક શેરબજારમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે, આવી સ્થિતિમાં કેટલાક મ્યુચ્યુઅલ ફંડ એવા છે જેણે સારું વળતર આપ્યું છે.
મ્યુચ્યુઅલ ફંડને શેરબજાર કરતા ઓછા જોખમી ગણવામાં આવે છે. જો તમને પણ સારું અને સુરક્ષિત વળતર જોઈએ છે, તો તમે અહીં રોકાણ કરી શકો છો.
બજારની ઉથલપાથલ વચ્ચે પણ આ ફંડ્સે રોકાણકારોને સારું વળતર આપ્યું છે.
SBI સ્મોલ કેપ ફંડે રોકાણકારોને વાર્ષિક 25.91 ટકા વળતર આપ્યું છે. જો તે 20 ટકા વળતર આપે છે અને તમે તેમાં 10,000 રૂપિયાની SIP કરો છો, તો તમે 15 વર્ષમાં કરોડપતિ બની શકો છો.
નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડે દર વર્ષે 27.14 ટકા વળતર આપ્યું છે. જો આ ફંડ ભવિષ્યમાં 20 ટકાનું વળતર પણ આપે છે, તો તમે દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરીને 15 વર્ષમાં કરોડપતિ બની શકો છો.
કોટક સ્મોલ કેપ ફંડે પણ રોકાણકારોને દર વર્ષે 21.78 ટકા વળતર આપ્યું છે. જો તે ભવિષ્યમાં પણ 20 ટકા રિટર્ન આપે છે, તો તેમાં 10 હજાર રૂપિયાની SIP કરીને તમે 15 વર્ષમાં કરોડપતિ બની શકો છો.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.