શેરબજારમાંથી કમાણી કરો છો ? તો વાત જાણો 

28 August, 2025

બોમ્બે સ્ટોક એક્સચેન્જે (BSE) 8 ડિસેમ્બર 2025 થી ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં પ્રી-ઓપન સેશન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ સુવિધા અત્યાર સુધી માત્ર કેશ સેગમેન્ટમાં ઉપલબ્ધ હતી, હવે ફ્યુચર્સ ટ્રેડિંગમાં પણ લાગુ થશે.

પ્રી-ઓપન સેશન** બજાર ખુલતા પહેલા ઓર્ડર મૂકાશે જેથી બજાર સ્થિર રહે.

સેબીના પરિપત્રોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાયું છે, જોખમ વ્યવસ્થાપન મજબૂત કરાશે.

કેશ માર્કેટની હાલની સિસ્ટમનો જ ઉપયોગ થશે, નવી ટેકનોલોજી બદલાવ નહીં થાય.

ટ્રેડિંગ સભ્યો અને ડેવલપર્સને 6 ઓક્ટોબર 2025 થી સિમ્યુલેશન ટેસ્ટ માટે સૂચના આપવામાં આવી છે.

જાહેરાતના દિવસે BSE નો શેર 1.84% ઘટીને ₹2,174.90 પર બંધ રહ્યો.

છેલ્લા એક વર્ષમાં BSE ના શેરે 134.65% મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.