કળિયુગના દેવતા તરીકે જાણીતા હનુમાનજી પોતાના ભક્તો પર કોઈ સંકટ આવવા દેતા નથી

હનુમાનજીની પૂજા ખૂબ જ ફળદાયી અને મંગલકારી માનવામાં આવે છે 

એવું કહેવામાં આવે છે કે આ પાંચ વસ્તુઓ ઘરમાં લાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે

બજરંગબલીને સિંદુર ખૂબ જ પ્રિય છે, મંદિરોમાં હનુમાનજીની પ્રતિમા પર સિંદુરનો લેપ લગાવેલો જોયો હશે

હનુમાન જયંતીના દિવસે તમે બજરંગબલીને સિંદુર અર્પિત કરી શકો છે, તે શુભ માનવામાં આવે છે

હનુમાનજીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે, આ માટે હનુમાન જયંતીના દિવસે બજરંગબલીને તમે લાલ વસ્ત્ર અર્પણ કરી શકો છો

હનુમાનજીને ગલગોટાનું ફૂલ ખૂબ જ પ્રિય છે. તેથી હનુમાન જયંતીના દિવસે બજરંગબલીને તમે ગલગોટાનું ફૂલ અર્પણ કરી શકો છો

તમે ગલગોટાના ફૂલની માળા અથવા તોરણ ઘરના દરવાજા પર લગાવી શકો છો, આવું કરવું શુભ માનવામાં આવે છે

તમે ભગવાન રામ અને હનુમાનની કોઈ તસવીર ઘરે લાવી શકો છો. આ તસવીરમાં બજરંગબલી બેઠેલી મુદ્રામાં હશે તો તે શુભ માનવામાં આવે છે