સિદ્ધાર્થ અને કિયારાએ શેરશાહ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. જે બાદ બંનેએ 7 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્ન કરી લીધા હતા
ફિલ્મ તુઝે મેરી કસમ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી, પરંતુ રિતેશ અને જેનેલિયાની લવસ્ટોરી આ ફિલ્મથી શરૂ થઈ હતી
બિપાશા અને કરણે હાલમાં જ પુત્રી દેવીનું સ્વાગત કર્યું છે. અલોન ફિલ્મ પછી કપલે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની લવસ્ટોરી ફિલ્મ ઉમરાવ જાનથી શરૂ થઈ હતી. બંનેએ સાથે ઘણી ફિલ્મો કરી છે અને આજે પણ બંને સાથે છે
બોલિવૂડનું પાવરફુલ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફિલ્મ રામલીલા દરમિયાન એકબીજાના પ્રેમમાં પડ્યા હતા
ડાયરેક્ટર આદિત્ય ધર અને યામી ગૌતમની લવ સ્ટોરી ફિલ્મ ઉરીના પ્રમોશન દરમિયાન શરૂ થઈ હતી. જે બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા
ફિલ્મ જંજીર દરમિયાન અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. ફિલ્મની સફળતા બાદ બંનેએ લગ્ન કરી લીધા