હિંદુ ધર્મમાં જ્યોતિષશાસ્ત્રની જેમ સામુદ્રિક શાસ્ત્ર પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.સામુદ્રિક શાસ્ત્ર વ્યક્તિના ગુણો, સ્વભાવ વિશે ભવિષ્ય જણાવે છે

વ્યક્તિના શરીર પર હાજર તલ તેના જીવન સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ વાતો જણાવે છે

 તલ નું મહત્વ એવું માનવામાં આવે છે કે શરીર પર હાજર દરેક તલ શુભ અને અશુભ ફળ આપે છે

એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિના ખભા પર તલ હોય તેવા લોકો સફળતા મેળવે છે

વ્યક્તિના જમણા કાન પર તલ હોવું શુભ સંકેત માનવામાં આવે છે. આવા લોકો તેમના જીવનમાં ભૌતિક સુખો ભોગવે છે

જે વ્યક્તિના જમણા ગાલ પર તલ હોય છે, તેનું લગ્નજીવન હંમેશા ખુશહાલ રહે છે

કમરની ડાબી બાજુ તલ ધરાવતા લોકો ખૂબ ખર્ચાળ હોય છે

જે લોકોના કપાળ પર તલ હોય છે તેમને જીવનની શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે

એવું માનવામાં આવે છે કે જે લોકોના હોઠ પર તલ હોય છે,તેઓ હંમેશા કોઈને કોઈ મૂંઝવણમાં ફસાયેલા રહે છે