'ધ કેરલા સ્ટોરી' પહેલા આ ફિલ્મો પર લાગ્યો હતો ખોટો એજન્ડા ફેલાવવાનો આરોપ
'ધ કેરલ સ્ટોરી' આ દિવસોમાં ખુબ જ ચર્ચામાં છે.ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ મુસલમાનોની વિરુદ્ધ ખોટી અફવા ફેલાવી રહી છે.
અનુપમ ખેરની 'ધ કશ્મીર ફાઈલ્સ' પર લોકોએ કશ્મીરના મુસલમાનો વિરુદ્ધ ઝહેર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
'ધ તાશકંત ફાઈલ્સ' પર પણ ખોટા પ્રચાર પ્રસારના આરોપ લાગ્યા હતા. આ ફિલ્મમાં અનેક દિગ્ગજ અભિનેતાઓ કામ કર્યુ છે.
નવાજુદ્દીન સિદ્દિકીની ફિલ્મ 'ઠાકરે' પર હિન્દી એજન્ડા ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. જેને લઈને કહેવામાં આવ્યુ હતુ કે ફિલ્મમાં બાલ ઠાકરેની ઈમેજને સુધારવાની કામગીરી કરવામાં આવી છે.
અનુપમ ખેરની 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પર મનમોહન સિંહને કમજોર પ્રધાનમંત્રી દેખાડવાનો આરોપ લાગ્યો હતો.
રાજકુમાર હિરાનીએ જ્યારે સંજૂ ફિલ્મ બનાવી ત્યારે તેમાં પણ સંજય દત્તની ઈમેજને સુધારવાના આરોપ લાગ્યા હતા.
થોડા દિવસ પહેલા જ આવેલી 'ગાંધી ગોડસે' પર મહાત્મા ગાંધીની ઈમેજને ખરાબ કરવાનો આરોપ લાગ્યો હતો.
વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક' પર પણ ખોટો એજન્ડા ફેલાવવાનો આરોપ લાગ્યો હતો .
બોબી દેઓલની આશ્નમમાં પણ હિન્દૂ બાબાઓની વિરુદ્વ જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ લાગ્યો હતો.
ઈમરજન્સી પર આધારિત ફિલ્મ ઈન્દુ સરકાર પર ઈન્દિરા ગાંધી વિરુદ્ધ ખોટો એજન્ડા ફેલાવવાનો આરોપ લાગ્યો હતો.
નાકની સર્જરીના કારણે જ્યારે પ્રિયંકાનો રાતોરાત બદલાઈ ગયો હતો લુક, 3 ફિલ્મોમાંથી કરાઈ હતી બાહર