રાહુલ ગાંધીની લદાખ મુલાકાત તાજેતરના દિવસોમાં ચર્ચામાં હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તેણે બાઇક દ્વારા લગભગ 264 કિમીની મુસાફરી કરી હતી.
રાજનીતિ સાથે રાહુલ ગાંધી અન્ય ઘણી પ્રવુતિઓમાં સક્રિય જોવા મળે છે. જેમ કે માર્શલ આર્ટ, પુસ્તક વાંચન અને બાઇક રાઇડિંગ વગેરે. પરંતુ શું તમે જાણો છો કે રાહુલનું મનપસંદ બાઇક ને સ્કૂટર કયું છે?
રાહુલ ગાંધીએ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમણે કાર કરતાં બાઇક રાઇડિંગમાં વધારે રસ છે. તેમની પાસે એક બાઇક છે, સામન્ય બાઇકની સરખામણીમાં તેમને જૂની લેમ્બ્રેટા સ્કૂટર વધારે પસંદ છે.
ઇટાલીની એક ઓટોમોબાઇલ કંપની લેમ્બ્રેટા સ્કૂટર 80ના દાયકામાં ભારતીય બજારમાં ખૂબ લોકપ્રિય હતા. ખાસ રેટ્રો લુક અને પાવરફૂલ એન્જિન આ સ્કૂટરની મુખ્ય ખાસિયત હતી.
રાહુલ ગાંધી એ જણાવ્યું હતું કે જૂની RD 350 તેમની સૌથી ફેવરિટ બાઇક માંથી એક છે.
તમને જણાવી દઈએ કે, 1969ની શરૂઆતમાં યામાહાએ ટ્વીન- સિલિન્ડર RD અને સિંગલ સિલિન્ડર RS ફેમિલી બાઇક લોન્ચ કરી હતી.
યામાહા RD350 એ બે-સ્ટ્રોક મોટરસાયકલ હતી જે 1991 સુધી માં ભારતમાં એસ્કોટર્સ ગ્રુપ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.
RD350 ને યામાહા જાપાનના લાયસન્સ હેઠળ સ્થાનિક બજારમાં એમ્બેસેડર 350 તરીકે લોન્ચ કરવામાં આવી હતી અને 90ના દાયકામાં અંત સુધીમાં બાઇકનું ચલણ ઓછું થયું હતું.
આ ઇન્ટરવ્યૂ દરમિયાન રાહુલ કહે છે કે જ્યારે તે લંડન રહેતો હતો ત્યારે તેની પાસે Aprilia RS 250 બાઇક હતી. તે તેની ફેવરિટ બાઇક માની એક છે.
ઇટાલિયન ટુ-વ્હીલર કંપની Aprilia ની આ પ્રખ્યાત બાઇકને 249 CC ક્ષમતાનું એન્જિન આપવામાં આવ્યું હતું. તે ટુ-સ્ટ્રોક બાઇક હતી, જેનું નિર્માણ 1995 અને 2002 વચ્ચે કરવામાં આવ્યું છે.
રાહુલે એમ પણ કહ્યું કે તેની પાસે પોતાની કાર નથી અને તે તેની માતાની હોન્ડા CRV SUVમાં મુસાફરી કરવાનું પસંદ કરું છું.
19 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધી KTM એડવેન્ચર બાઇક ચલાવતા જોવા મળ્યા હતા. તે પોતે બાઇક ચલાવીને લેહથી પેંગોંગ લેગ ગયા હતા.
Chandrayaan 3નો ડ્રાઈવર કોણ, કઈ રીતે નિયંત્રિત થઈ રહ્યું છે પ્રજ્ઞાન રોવર ?