આતંકનું બીજું નામ અતીક અહેમદનો ધી એન્ડ થઈ ચૂક્યો છે. જેના નામે 150થી વધુ કેસ નોંધાયેલા હતા

ગુંડાગર્દી કરી માફિયા માંથી નેતા બનેલ અતીક અહેમદે અપરાધની દુનિયામાં મોટું નામ બનાવ્યુ.

અતીક અપરાધની દુનિયામાં નામની સાથે તે 1600 કરોડથી વધુ સંપત્તિનું સામ્રાજ્ય ધરાવતો હતો.

17 વર્ષની ઉંમરે જ અતીક અહેમદે ક્રાઈમની દુનિયામાં પગ મુકી દીધો હતો.

30 વર્ષમાં ખુંખાર માફિયાએ તમામ મોટા શહેરોમાં જમીન, મકાન અને બંગલો ખરીદી અબજોની ગેરકાનૂની સંપત્તિ ઉભી કરી દીધી હતી.

અતીકની પત્ની, ભાઈ અને સાળાના નામ પર કરોડોની સંપત્તિ છે. 

ક્યાક પિતાના નામ પર જમીન, તો ક્યાક ભાઈના નામ પર હોટલ અતીકને જે જોઈતું હતુ તે બધુ તેણે ક્રાઈમનો રસ્તો અપનાવી મેળવી લીધું.

યોગી સરકારે યુપીમાં અતીકની ઘણી ગેરકાનૂની સંપત્તિ પર તવાઈ બોલાવીને તોડી પાડી હતી

અંતે જ્યારે 2019માં અતીક છેલ્લી વખત ચૂંટણી લડ્યો ત્યારે તેની કુલ સંપત્તિ 25 કરોડ બતાવવામાં આવી હતી.