દેશ આઝાદ છતાં એક રેલવે ટ્રેક હજુ પણ છે 'ગુલામ'

15 Aug 2024

આમ તો 15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો હતો, પરંતુ શું તમે જાણો છો કે આજે પણ ભારતમાં એક એવી જગ્યા છે જ્યાંથી અંગ્રેજો કરોડો રૂપિયાની આવક એકત્રિત કરે છે.

શકુંતલા રેલ્વે ટ્રેક અમરાવતીથી મહારાષ્ટ્રના મુર્તજાપુર સુધી 190 કિલોમીટર સુધી વિસ્તરેલો છે. આ ટ્રેક અંગ્રેજોના જમાનાનો છે.

મહારાષ્ટ્રના અમરાવતીમાં અંગ્રેજોના સમયથી કપાસની ખેતી થતી હતી.

તે સમયે, અંગ્રેજોએ કપાસને મુંબઈ બંદરે લઈ જવા માટે આ ટ્રેક બનાવ્યો હતો.

બ્રિટનની ક્લિક નિક્સન એન્ડ કંપનીએ આ રેલ્વે ટ્રેક બનાવવા માટે સેન્ટ્રલ પ્રોવિન્સ રેલવે કંપનીની સ્થાપના કરી, જેણે 1903 અને 1916 ની વચ્ચે ટ્રેક નાખ્યો.

અંગ્રેજોના સમયમાં આ ટ્રેક પર શકુંતલા પેસેન્જર ટ્રેન દોડતી હતી, જેના કારણે આ ટ્રેકને શકુંતલા રેલ્વે ટ્રેક કહેવામાં આવે છે.

આજે પણ ભારતીય રેલવે દ્વારા કંપનીને રોયલ્ટી આપવામાં આવે છે. અહેવાલો અનુસાર, ભારતીય રેલવે દર વર્ષે કંપનીને 1 કરોડ 20 લાખ રૂપિયાની રોયલ્ટી આપે છે.