અમદાવાદના વિદ્યાર્થીઓની  અનોખી કરામત સાથે બનાવી ખુરશી

17 July, 2025

અમદાવાદ NID ખાતે ‘સીટ-ચ્યુએશન, ડિઝાઇન પ્રોજેક્ટ વન’ નામે ખુરશીઓનું એક્ઝિબિશન યોજાયું.

આ પ્રદર્શન 18 જુલાઈ સુધી NID એક્વેરિયમ ખાતે ઓપન રહેશે.

ફર્નિચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના બીજા વર્ષના વિદ્યાર્થીઓએ ખુરશીઓ ડિઝાઇન કરી.

વિવિધ મટિરિયલથી બનેલી આકર્ષક અને યુનિક ખુરશીઓ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

‘રુઆ’, ‘તાના’, ‘અગમ’, ‘ઘોસલા’, ‘આહાર’, ‘આટમ’ અને ‘તપશીલ’ જેવી ખુરશીઓ રજૂ થઈ.

લાકડું, કેન, મેટલ, કેનવાસ અને ફલેક્સિપ્લાય જેવા મટિરિયલનો ઉપયોગ થયો.

ખુરશીઓ આરામ, ભોજન, સાંસ્કૃતિક વર્ણન અને આધ્યાત્મિક થિમ પર આધારિત છે.