અમદાવાદની સૌથી જૂની ઇમારત 

24 July, 2025

Tv9 Gujarati

અમદાવાદની જૂની ઇમારતોમાં ભદ્રનો કિલ્લો ખૂબ મહત્વનો છે.

આ કિલ્લો 1411માં અમદાવાદ શહેરની સ્થાપના સમયે બનાવાયો હતો.

ભદ્ર કિલ્લો મુઘલ અને મરાઠા શાસકો માટે પણ રાજકીય દ્રષ્ટિએ મહત્વનો રહ્યો છે.

અહીં ભદ્ર કિલ્લાની અંદર ભદ્ર કાળીનો મંદિર પણ આવેલું છે.

વર્ષોથી અહીં સરકારના કેટલાક વિભાગો કાર્યરત છે.

ભદ્ર કિલ્લો હવે હેરિટેજ સાઇટ તરીકે પણ ઓળખાય છે.

આ કિલ્લો અમદાવાદના ઐતિહાસિક વારસાનો જીવંત પુરાવો છે.