પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારો ટ્રેન દ્વારા વડોદરા પહોંચ્યા

12 November 2023

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાતા રાજ્યના મત્સ્ય વિભાગના અધિકારીઓએ લીધો કબજો

વાઘા બોર્ડર ખાતેથી તમામ માછીમારોનો કબજો મેળવ્યો હતો

મત્સ્ય વિભાગ દ્વારા માછીમારોને વડોદરાથી બે એસી બસ દ્વારા વેરાવળ ખાતે લઈ જવામાં આવ્યા

ભારતીય માછીમારો માછલાં પકડવા માટે ઘણી વાર અજાણ્યે પાકિસ્તાનની જળ સીમામાં પ્રવેશ કરે છે

પાકિસ્તાન દ્વારા તેમને પકડીને જેલમાં મોકલીધકેલી દેવામાં આવે છે 

કેન્દ્ર સરકારની વાટાઘાટો બાદ પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારોને દિવાળી પર્વ પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હતા 

મત્સ્ય વિભાગના મદદનીશ નિયામકે માછીમારોનો કબજો મેળવ્યો હતો 

આ માછીમારોને  2020માં પાકિસ્તાનમાં પકડાયા હતા

હજુ 200 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહ્યા છે

મુક્ત કરાયેલ માછીમારો પોતાના પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરી શકશે

શું તમે જાણો છો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિશે ?