રોકાણ કરતાં પહેલા ફંડને સમજો, ફક્ત ટ્રેન્ડ જોઈને ઇન્વેસ્ટમેન્ટ ન કરો. એવા ફંડ જ સિલેક્ટ કરો કે, જે તમારા ફાઇનાન્સિયલ ગોલને અનુકૂળ હોય.
અલગ ઉદ્દેશ્ય અને રિસ્ક
જલ્દી રોકાણ કરવાનું શરૂ કરશો તો કમ્પાઉન્ડિંગનો ફાયદો મળશે. વધુમાં જલ્દી 'SIP' શરૂ કરવાથી લોન્ગ ટર્મમાં સારું એવું ભંડોળ એકઠું થશે.
કમ્પાઉન્ડિંગ
માર્કેટ નીચું આવે તો 'SIP' બંધ કરવી કે પૈસા કાઢી લેવા એ યોગ્ય વિકલ્પ નથી. આનાથી શોર્ટ ટર્મમાં નુકસાન થઈ શકે છે પરંતુ લોન્ગ ટર્મમાં ગજબનું રિટર્ન મળી શકે છે.
શોર્ટ ટર્મમાં નુકસાન
ફક્ત મ્યુચુઅલ ફંડમાં રોકાણ ન કરો. ગોલ્ડ, ઇક્વિટિ, રિયલ એસ્ટેટ અને ડેટ(Debt) ફંડમાં પણ રોકાણ કરો.
અહીં પણ રોકાણ કરો
જે દિવસે 'SIP'ના પૈસા કટ થવાના હોય તે દિવસે એકાઉન્ટમાં બેલેન્સ જરૂરથી રાખો. માર્કેટ ભલે ઉપરની તરફ જાય કે પછી નીચેની તરફ, તમારી 'SIP' ના ચૂકવી જોઈએ.
બેલેન્સ જરૂરથી રાખો
'SIP' ની ખરી તાકાત કમ્પાઉન્ડિંગ છે. જેટલા વધુ સમય માટે પૈસા ફંડમાં હશે તેટલું જ સારું રિટર્ન મળવાની શક્યતા છે.
સારું રિટર્ન
મોટાભાગના લોકો 'SIP'ને શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માને છે. જો કે, 'SIP' એક લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે અને ધીરજ રાખવી પણ જરૂરી છે.
લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ
જો તમે નવા છો અથવા તો રોકાણ દરમિયાન અસમંજસમાં રહો છો, તો ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લો. યોગ્ય માર્ગદર્શન મળશે તો સારા ફંડમાં રોકાણ કરી શકશો.