બોલીવુડના એવા 6 સેલિબ્રિટી જેમણે ભારતીય સેનામાં સેવા આપી

ફિલ્મોમાં ગીત લખવા અને સંગીત આપતા પહેલા આનંદ બક્ષીએ રોયલ ઈંડિયન નેવીમાં કેડેટ તરીકે લગભગ બે વર્ષ સુધી પોતાની સેવા આપી હતી

આનંદ બક્ષી

એ આર રહેમાન પહેલા પાઈલટ તરીકે રોયલ ઈંડિયન એરફોર્સમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. પરંતુ તેમનું સપનું બોલીવુડ ઈંડસ્ટ્રીમાં ઓળખ બનાવવાનું હતું. ત્યારે તેઓએ પાયલટની નોકરી છોડી સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો.

એ આર રહેમાન

એક્ટર ગુફી પેન્ટલએ લોકપ્રિય ટીવી સિરીયલ મહાભારતના પાત્ર સકુની મામાથી લોકોના દિલોમાં નોંધપાત્ર સ્થાન બનાવ્યું, તેઓએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યા અનુસાર 1962 માં જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે કોલેજમાંથી સીધી ભરતીમાં તેઓ આર્મીમાં જોડાયા હતા.

ગુફી પેન્ટલ

હિમાચલ પ્રદેશમાં તેમનો જન્મ થયો હતો. તેઓ ભારતીય સેનાનાં અધિકારી દ્રારકાનાથ કંવરપાલનાં દીકરા હતાં. પોતે પણ ભારતીય સેનામાં ઓફિસર હતાં. તેમણે ભારતીય સેનામાંથી રિટાયરમેન્ટ લીધુ હતું. તેઓ ઘણી બધી ટીવી સીરિયલ અને ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ અદા કરી ચુક્યાં છે. તેમનું નાની ઉંમરે જ નિધન થઇ ગયું. તેઓનું ગત વર્ષ મે મહિનામાં કોરોનાના કારણે નિધન થયું હતું

બિક્રમજીત કંવરપાલ

રુદ્રાશીષ મજુમદાર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘જર્સી’ને લઈને હેડલાઈન્સમાં છે. ફિલ્મોમાં કામ કરતા પહેલા રુદ્રાશીષ આર્મીમાં મેજર હતા. પરંતુ હવે તે બોલીવુડમાં કામ કરી રહ્યા છે. રુદ્રાશીષે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘છિછોરે’માં પણ કામ કર્યું છે.

રૂદ્રાશીષ મજુમદાર

સાઉથ સિનેમાના સુપરસ્ટાર મોહનલાલ પણ પહેલા ભારતીય ‘ટેરિટોરિયલ આર્મી’માં લેફ્ટનેંટ કર્નલ હતા. ત્યાર પછી તેઓ એક્ટિંગ તરફ વળ્યા અને આજે સાઉથના પ્રખ્યાત કલાકારોમાંથી એક છે

સુપરસ્ટાર મોહનલાલ