વિશ્વમાં હજુ પણ પાંચ એવા દેશ છે, જ્યાં એક પણ એરપોર્ટ નથી

આ દેશના લોકોને હવાઈ મુસાફરી કરવા બીજા દેશોમાં જવું પડે છે

ચાલો જાણીએ કે કયા આ પાંચ દેશ છે જ્યા નથી એક પણ એરપોર્ટ

તે વિશ્વના સૌથી નાના દેશ તરીકે ઓળખાય છે. માત્ર એકસો નવ એકર જમીનમાં આવેલા આ દેશમાં એક પણ એરપોર્ટ નથી. અહીં પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ રોમમાં છે. રોમમાં બે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. પરંતુ વેટિકનમાં કોઈ નથી.

વેટિકન સિટી

દુનિયાના પાંચમા સૌથી નાના દેશમાં સામેલ સાન મેરિનોમાં પણ એરપોર્ટ નથી. જો કે, તેનું સૌથી નજીકનું એરપોર્ટ માત્ર નવ માઈલ દૂર છે. એટલે કે અહીં 33 હજાર લોકોને નવ માઈલના અંતરે એરપોર્ટ મળે છે, જેના કારણે તેમને વધારે તકલીફ પડતી નથી.

સાન મેરિનો

પશ્ચિમ યુરોપમાં આવેલો આ એક નાનો દેશ છે, જેને વિશ્વનો બીજો સૌથી નાનો દેશ માનવામાં આવે છે. તે ફ્રાન્સ અને ઇટાલી વચ્ચે સ્થિત છે. વિશ્વના કોઈપણ દેશ કરતાં પ્રતિવ્યક્તિ કરોડપતિઓ વધુ છે. આ છતાં પણ અહીં એક પણ એરપોર્ટ નથી એ ચોંકાવનારી વાત છે.

મોનાકો

આ એક નાનકડો દેશ છે જેની સરહદ બે દેશો સાથે જોડાયેલી છે. આ દેશ ઓસ્ટ્રિયા અને જર્મની સાથે તેની સરહદો વહેંચે છે. પરંતુ અહીં કોઈ એરપોર્ટ નથી. જેઓ અહીં આવે છે તેઓ કાર, હોડી કે રેલ દ્વારા દેશમાં ફરે છે. અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ સ્વિટ્ઝર્લેન્ડમાં છે. આ દુનિયાનો એવો દેશ છે જે સૌથી ઓછા દેવા હેઠળ છે.

લિક્ટેંસ્ટીન

એન્ડોરાની ગણતરી યુરોપના છઠ્ઠા સૌથી નાના દેશમાં અને વિશ્વના 16મા સૌથી નાના દેશમાં થાય છે. તે લગભગ 468 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ દેશની વસ્તી લગભગ 85,000 છે. આ દેશમાં કોઈ એરપોર્ટ નથી.

એન્ડોરા

એક રુપિયાનો સિક્કો તમને બનાવી શકે છે લખપતિ, જાણો કેવી રીતે