14 Sep 2025

રાત્રે આ '3' લક્ષણ દેખાય તો ચેતી જજો નહીંતર ડૉક્ટરને ત્યાં ભાગવું પડશે

લીવર શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે, જે ખોરાકને પચાવવાથી લઈને ઝેરી તત્વોને દૂર કરવા સુધીના ઘણા કામ કરે છે. 

મહત્વપૂર્ણ અંગ

ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે લીવરમાં ચરબી જમા થવાથી ફેટી લીવર રોગ થાય છે, જેના શરૂઆતના લક્ષણો રાત્રે જોવા મળે છે.

શરૂઆતના લક્ષણો

ફેટી લીવર શરીરમાં ટોક્સિનનું સ્તર વધારે છે, જેનાથી મગજ અને હોર્મોન્સનું સંતુલન બગડે છે. આ કારણે વ્યક્તિ રાત્રે સૂઈ શકતો નથી. 

ઊંઘ ન આવવી

જો તમને રાત્રે સૂયા પછી વારંવાર એસિડિટી, હાર્ટબર્ન અથવા ભારેપણું લાગે છે, તો તે ફેટી લીવરનું લક્ષણ હોઈ શકે છે. લીવર યોગ્ય રીતે કામ ન કરે તો તેની સીધી અસર પાચનતંત્ર પર પડે છે.

છાતીમાં ભારેપણું

જો તમે વગર ગરમીએ રાત્રે પરસેવાથી પલળી જાઓ છો અને સવારે ઉઠતાની સાથે જ થાક અનુભવો છો, તો આ લીવરમાં ચરબી જમા થવાનું લક્ષણ પણ હોઈ શકે છે.

પરસેવો અને થાક

તાજા ફળો અને લીલા શાકભાજી ખાવાનું શરૂ કરો. આ સિવાય વધારે પડતું ઓઈલી ખાવાનું ટાળો. રોજ યોગા કરો અથવા તો 30 મિનિટ જેટલું ચાલવાનું રાખો.  

કેવી રીતે બચવું?