જલિયાંવાલા બાગ હત્યાકાંડ વિશ્વની સૌથી મોટી અમાનવીય ઘટના છે.

13 એપ્રિલ, 1919નો એ દિવસ જેને યાદ કરીને આજે પણ ભારતીયો કંપી ઉઠે છે.

સ્વાતંત્ર્ય ચળવળની આ ઘટનાને આજે 103 વર્ષ પુરા થયા છે.

રોલેટ એક્ટના વિરોધમાં અમૃતસરના બાગમાં એક સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ દરમિયાન અત્યાચારી જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. 

આ હત્યાકાંડમાં હજારો નિર્દોષ ભારતીયો શહીદ થયા હતા.