આજનું હવામાન : રાજ્યમાં આજથી ઘટશે વરસાદનું જોર,આ તારીખથી ઠંડી શરુ થઇ જશે, જુઓ Video

છેલ્લા 7 દિવસમાં માવઠાએ ખુબ જ વિનાશ વેર્યો છે. અનેક જિલ્લાઓ માટે વરસાદ વેરી બની ગયો છે. માવઠાની મોકાણ સહન કરી રહેલા રાજ્યના નાગરિકોને આકાશી આફતથી રાહત મળી શકે છે.. જી હા, રાજ્યના હવામાન વિભાગે ખેડૂતો માટે રાહત આપતી આગાહી કરી છે.

આજનું હવામાન : રાજ્યમાં આજથી ઘટશે વરસાદનું જોર,આ તારીખથી ઠંડી શરુ થઇ જશે, જુઓ Video
| Edited By: | Updated on: Nov 03, 2025 | 9:55 AM

માવઠાએ રાજ્યમાં છેલ્લા 27 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છેલ્લા 7 દિવસમાં માવઠાએ ખુબ જ વિનાશ વેર્યો છે. અનેક જિલ્લાઓ માટે વરસાદ વેરી બની ગયો છે. માવઠાની મોકાણ સહન કરી રહેલા રાજ્યના નાગરિકોને આકાશી આફતથી રાહત મળી શકે છે.. જી હા, રાજ્યના હવામાન વિભાગે ખેડૂતો માટે રાહત આપતી આગાહી કરી છે.

હવામાન વિભાગનું માનીએ તો, આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. દાવો છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ નબળી પડતા, વરસાદનું જોર ઘટશે, જોકે હાલ માવઠામાંથી સંપૂર્ણ રાહત નહીં મળે. હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. સાથે જ દરિયાકાંઠે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આગામી 2-3 દિવસ વરસાદ પડશે. ચાલો જાણીએ કે કઇ તારીખે કયા જિલ્લામાં વરસાદ પડશે.

3 નવેમ્બરે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના

3 નવેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ દાહોદ, મહિસાગરમાં વરસાદ થવાની આગાહી છે.

4 નવેમ્બરે આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં 4 નવેમ્બરે વરસાદ થઇ શકે છે.

5 નવેમ્બરે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

5 નવેમ્બરે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર-હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે.

દરિયાકાંઠે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે

હવામાન વિભાગનું માનીએ તો આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. દાવો છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ નબળી પડતા, વરસાદનું જોર ઘટશે. જોકે હાલ માવઠામાંથી સંપૂર્ણ રાહત નહીં મળે, હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. સાથે જ દરિયાકાંઠે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

આગાહીકાર અંબાલાલ પટેલનું પણ અનુમાન છે કે હવે વરસાદ વિરામ લેશે. જો કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય ઝાપટાઓ જોવા મળશે. પરંતુ 5 નવેમ્બરથી રાજ્યમાં વરસાદ સંપૂર્ણ રીતે બંધ થઇ જશે અને 7 નવેમ્બરથી ઠંડા પવન શરૂ થઇ જશે અને પછી શિયાળો જામશે

જો કે ગુજરાતમાં આકરી ઠંડી માટે હજુ પણ રાહ જોવી પડશે. નવેમ્બર મહિનામાં જોઇએ તેવી ઠંડી નહીં પડે, પરંતુ ડિસેમ્બરની શરૂઆતમાં અને પછી 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં શિયાળાનો અસલી ચમકારો જોવા મળશે.

ડિપ્રેશન હવે નબળું પડી ગયું છે, જેના કારણે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 5 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની શક્યતા લગભગ નહિવત થઈ જશે. જોકે, સાવચેતીના ભાગરૂપે બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. આમ કમોસમીના કહેરથી હવે છૂટકારો મળશે અને ખેડૂતોને આકાશી કહેરથી મળશે રાહત.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો