CM યોગી આદિત્યનાથે અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની કરી મુલાકાત, બાંધકામ સ્થળનું કર્યું નિરીક્ષણ, જુઓ Video
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં તેઓ રામ મંદિરના વડા મહંત નૃત્ય ગોપાલ દાસ અને અન્ય સંતોને મળ્યા હતા. આ ઉપરાંત તેમણે મંદિરના નિર્માણનું નિરીક્ષણ કર્યું હતું. યોગી આદિત્યનાથે 21 ઓક્ટોબરે અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની મુલાકાત લીધી હતી. સીએમ યોગીએ બાંધકામ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
થોડા મહિના બાદ રામ લલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. હાલ અયોધ્યામાં (Ayodhya Ram Mandir) મંદિરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (Yogi Adityanath) તેની સમીક્ષા કરી હતી. યોગી આદિત્યનાથે અયોધ્યામાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા માટે એક બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં તેઓ રામ મંદિરના વડા મહંત નૃત્ય ગોપાલ દાસ અને અન્ય સંતોને મળ્યા હતા. આ ઉપરાંત તેમણે મંદિરના નિર્માણનું નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો : Photos: અયોધ્યામાં બની રહ્યું છે પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર, નિર્માણ કાર્યની નવી તસવીરો સામે આવી, જુઓ ફોટો
સીએમ યોગી આદિત્યનાથે 21 ઓક્ટોબરે અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની મુલાકાત લીધી હતી. સીએમ યોગીએ બાંધકામ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને કામની પ્રગતિની સમીક્ષા કરી હતી. તમને જણાવી દઈએ કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, જે રામ મંદિરના નિર્માણની દેખરેખ કરી રહ્યું છે, તેનું લક્ષ્ય ડિસેમ્બરના અંત સુધીમાં પહેલા માળનું કામ પૂર્ણ કરવાનું છે.
