MONEY9: આ બાબતોનું રાખો ધ્યાન, વીમા કંપની રિજેક્ટ નહીં કરી શકે તમારો હેલ્થ ક્લેમ ?

બીમારીની સારવાર અને હોસ્પિટલાઈઝેશનના ખર્ચને પહોંચી વળવા માટે લોકો હેલ્થ ઈન્સ્યૉરન્સ ખરીદે છે. પરંતુ અણીના સમયે જ વીમા કંપનીઓ હેલ્થ ઈન્સ્યૉરન્સનો ક્લેમ રિજેક્ટ કરી નાખે છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 16, 2022 | 3:27 PM

MONEY9: વધતી મેડિકલ મોંઘવારીના જમાનામાં હેલ્થ પૉલિસી (HEALTH POLICY) અત્યંત મહત્ત્વની છે અને તેની સમજદારી હોવી તેનાથી પણ વધારે મહત્ત્વની છે. કારણ કે, વીમા કંપનીઓ નિયમોની આંટીઘૂંટીમાં ફસાવીને તમને મદદ કરવાની ના પાડી (REJECT) શકે છે.

આવો કડવો અનુભવ મહેસાણાના સંજીવભાઈને પણ થયો છે. સંજીવભાઈએ એન્જિયોપ્લાસ્ટી એટલે કે હ્રદયમાં સ્ટેન્ટ મૂકાવવાની સારવાર માટે ક્લેમ કર્યો હતો, પરંતુ વીમા કંપનીએ તેમનો ક્લેમ ફગાવી દીધો હતો. કેશલેસ હોસ્પિટલાઈઝેશનની સુવિધા માટે સંજીવભાઈએ વર્ષો સુધી પ્રીમિયમ તો ભર્યું, પરંતુ વીમા કંપનીએ અણીના ટાઈમે જ મોં ફેરવી લેતાં, તેમને દેવું કરીને હોસ્પિટલના બિલ ભરવાનો વારો આવ્યો. 

ડિસ્ચાર્જના સમયે કંપનીએ પેપર્સની ચકાસણી કરવામાં એટલો બધો સમય બગાડ્યો કે, સંજીવભાઈએ કંટાળીને મિત્રો પાસેથી ઉછીના પૈસા લઈને બિલ ભરી દીધું. આની પહેલાં પોતાને હ્રદય સંબંધિત કોઈ બીમારી નહોતી, આટલી વાત વીમા કંપનીને સમજાવતાં સમજાવતાં સંજીવભાઈની આંખે પાણી આવી ગયા, એટલે છેવટે તેમણે હાર માની લીધી. હોસ્પિટલે જે ડિચ્ચાર્જ શીટ આપી હતી, તેમાં લખ્યું હતું કે, લોહીમાં થેલેસેમિયા ઓછું હતું અને તેને આધાર બનાવીને વીમા કંપનીએ સંજીવભાઈનો ક્લેમ રિજેક્ટ કરી દીધો. વીમો ખરીદતી વખતે નોન-ડિસ્ક્લોઝર ઑફ કંડિશન એટલે કે, આરોગ્યને લગતી માહિતી છુપાવવાનો નિયમ રજૂ કરીને વીમા કંપનીએ તેમનો ક્લેમ રિજેક્ટ કર્યો હતો. 

વીમા કંપનીઓ હોસ્પિટલાઈઝેશન અને ટ્રીટમેન્ટના કાગળિયાની ખૂબ જ ઝીણવટભરી ચકાસણી કરતી હોય છે. નાના-નાના શબ્દોના વ્યાપક અર્થ કાઢે છે. સારવાર ભલે ને ગમે તે બીમારીની કરાવી હોય, તમારા તમામ લક્ષણને હોસ્પિટલાઈઝેશન સાથે જોડીને વીમા કંપની તમારો હેલ્થ ક્લેમ રદ કરી દે છે. આટલું જ નહીં, આવા કિસ્સામાં તો વીમા કંપનીઓ ક્લેમની સાથે સાથે તમારી પૉલિસી પણ રદ કરી નાખે છે. 

નિષ્ણાતોનો મત

હેલ્થ ઈન્સ્યોરન્સ એક્સપર્ટ સુમીત ભંડારી કહે છે કે, નોન-ડિસ્ક્લોઝર સિવાય, કોઈ જૂની બીમારી અથવા તો પ્રિ-એક્ઝિસ્ટિન્ગ ડિસીજ પણ તમારો ક્લેમ રદ થવાનું એક કારણ બની શકે છે. તમામ વીમા કંપની જૂની બીમારીને કવર કરતાં પહેલાં વેઈટિંગ પીરિયડ રાખે છે. આથી, વીમો લેતી વખતે તમારે કંપનીના પ્રપોઝલ ફૉર્મમાં જાતે જ પૂરેપૂરી માહિતી લખવી જોઈએ. ઘણી વખત એજન્ટ કે સેલ્સ પર્સનને ફૉર્મ ભરવા આપો તો, તેઓ ખોટી માહિતી લખી નાખતા હોય છે. 

અગાઉથી જ બીમારી હતી અને તેની જાણકારી ન આપી હોવાનું કારણ આગળ ધરીને વીમા કંપનીઓ હજારો ક્લેમ કેન્સલ કરે છે. ઈરડાના વાર્ષિક રિપોર્ટ અનુસાર, વીમા કંપનીઓએ 2020-21માં 73.11 કરોડ રૂપિયાના લગભગ 8,236 ક્લેમ રિજેક્ટ કર્યા હતા. જોકે, આ ક્લેમ રિજેક્શનના કારણોમાં કેટલા ક્લેમ નોન-ડિસ્ક્લોઝરને લીધે રિજેક્ટ થયા હતા, તેનું બ્રેક-અપ આપ્યું નથી. કંપનીઓને કુલ 300.60 કરોડ રૂપિયાના ક્લેમ મળ્યાં હતાં, જેમાંથી 217.74 કરોડ રૂપિયાના ક્લેમની ચૂકવણી થઈ હતી. 

જો વીમાધારકે 8 વર્ષ સુધી પૉલિસીના હપ્તા ભર્યા હોય, તો વીમા કંપની કોઈ પણ પ્રકારનો ક્લેમ રદ ના કરી શકે. 2020માં લાગુ થયેલા નિયમ પ્રમાણે, આ 8 વર્ષને મોરેટોરિયમ પીરિયડ કહે છે અને આ સમય પૂરો થયા પછી કંપનીઓ ક્લેમ રદ કરી શકતી નથી. આ સમય પછી માત્ર ત્યારે જ ક્લેમ રદ થઈ શકે જ્યારે વીમા કંપની આ ક્લેમમાં ફ્રૉડ થયું હોવાનું સાબિત કરી શકે. 

રિજેક્શનથી બચવા શું ધ્યાન રાખવું?

  • તમારો વીમાનો દાવો રદ ન થાય તે માટે તમારે વીમો લેતી વખતે એપ્લીકેશન ફૉર્મ જાતે ભરવું જોઈએ.
  • પૉલિસીનો એક પણ હપ્તો મિસ ન થવો જોઈએ અને નિયમિતપણે પ્રીમિયમ ભરતાં રહેવું જોઈએ.
  • સૌથી મહત્ત્વની વાત કે, વીમા પૉલિસી ખરીદો ત્યારે પોતાની તમામ આદત અને જૂની બીમારીની વિગતો વીમા કંપનીને આપવાનું ના ભૂલતા.
Follow Us:
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">