SCO પ્રમુખ બનવાથી ભારતને શું ફાયદો થશે, જાણો આ વીડિયોમાં

એશિયા(Asia)માં સૌથી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાંની એક, SCO સમિટ આ વખતે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)પણ આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 4:32 PM

એશિયા(Asia)માં સૌથી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાંની એક, SCO સમિટ આ વખતે ઉઝબેકિસ્તાનના સમરકંદ(Samarkand)માં યોજવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)પણ આવ્યા છે. આ વખતે SCO સમિટને ભારત માટે ખાસ માનવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન ભારતનું વલણ ચીન(China)ની વિસ્તરણવાદી નીતિ વિરુદ્ધ છે. સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા દેશોના ટોચના નેતાઓ સાથે વાત કરશે. આ સાથે જ સમિટમાં ભારત વતી ક્ષેત્રીય શાંતિ અને સુરક્ષા માટે તમામ દેશોની સંપ્રભુતાનો મુદ્દો પણ રાખવામાં આવશે. તે જ સમયે, મોટાભાગના દેશો ચીનના સૈન્ય એજન્ડા GSIને લઈને SCO સમિટમાં સહમત નથી.

ભારત SCO પ્રમુખ બનશે, દરજ્જો વધશે

ટૂંક સમયમાં ભારતને SCO ના પ્રમુખ બનાવવામાં આવશે. ભારતના પ્રમુખપદ બાદ SCOમાં ઘણા ફેરફારોની અપેક્ષા છે. આ સાથે આ સંગઠનમાં ચીનના વર્ચસ્વને પણ આકરો પડકાર મળશે. પ્રમુખ બન્યા બાદ ભારત આવતા વર્ષે યોજાનારી SCO સમિટનું નેતૃત્વ કરશે. આ દરમિયાન ભારત આવા ઘણા દેશોને સમિટમાં આમંત્રણ આપી શકે છે, જેનાથી ચીનની મુશ્કેલીઓ વધી શકે છે.

આખરે SCO પ્રમુખ બનવાથી ભારતને શું ફાયદો થશે? જાણો આ વિડીયોમાં બધું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">