Ahmedabad: પુસ્તકો વગર શું ભણશે ગુજરાત? નવા સત્રનો પ્રારંભ પરંતુ અભ્યાસક્રમના પુસ્તકોની અછત

Ahmedabad: 7 જૂનથી રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ (Online education)નો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો (Textbooks)મળ્યા નથી.

  • Publish Date - 6:44 pm, Mon, 14 June 21 Edited By: Kunjan Shukal

Ahmedabad: પાઠ્યપુસ્તક મંડળની બેદરકારીને કારણે ધોરણ 3થી 12ના પાઠ્યપુસ્તકો હજી સુધી છપાયા જ નથી. 7 જૂનથી રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ (Online education)નો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો (Textbooks)મળ્યા નથી.

 

7 જુનથી રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની ઓનલાઈન શરૂઆત થઈ ગઈ છે, ઓનલાઈન અભ્યાસ (Online education) માટે પ્રાથમિક જરૂરીયાત પુસ્તકોની હોય છે, પરંતુ જો પુસ્તકો જ ન હોય તો વિદ્યાર્થી ભણશે કઈ રીતે તે ચર્ચા હાલ વાલીઓમાં ચાલી રહી છે.

 

ધોરણ 3થી 10 અને ધોરણ 11-12ના કોમર્સના કેટલાક વિષયોના પાઠ્યપુસ્તકો મળ્યા નથી. પાઠ્યપુસ્તકો (Textbooks)ના મળતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, પુસ્તકો વિના ઓનલાઈન શિક્ષણ(Online education) કેમ મેળવવું તે સૌથી મોટો પ્રશ્ન છે. ઓનલાઈન શિક્ષણ શરૂ થયા બાદ પણ પુસ્તકો માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને રઝળપાટ કરવો પડે છે, પાઠ્યપુસ્તક મંડળે પુસ્તકો પ્રિન્ટ કરવા જ આપ્યા ના હોવાથી બજારમાં પણ પુસ્તકો મળતાં નથી.

 

ધોરણ 12 કોમર્સના અંગ્રેજી અને કોમ્પ્યુટર, ધોરણ 11 કોમર્સના અંગ્રેજી, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન (Social Science), ધોરણ 9ના કોમ્પ્યુટર, ધોરણ 6થી 8ના સામાજિક વિજ્ઞાન, ધોરણ 5માં એન્વાયરમેન્ટલ સ્ટડીઝ, ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન, ધોરણ 4ના ગણિત વિજ્ઞાન અને ધોરણ 3ના અંગ્રેજી, ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન વિષયના પુસ્તકો વાલીઓને મળતાં નથી. પ્રિન્ટીંગના અભાવે નવા અભ્યાસક્રમના પુસ્તકોની અછત સર્જાઈ છે.

 

નવો અભ્યાસક્રમ વેબસાઈટ પર પણ અપલોડ થયો નથી. જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ કે શિક્ષકો પ્રિન્ટ કઢાવી શકતા નથી, પાઠ્યપુસ્તકો સમયસર ના મળતાં વાલીઓ રોષે ભરાયા છે, વાલીઓની માંગ છે કે, પુસ્તકો વગર અભ્યાસનો કોઈ મતલબ નથી, જેથી સરકાર તાત્કાલિક પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવે.

 

રાજ્યની કોલેજો અને યુનિવર્સિટી (University)ઓમાં 7 જૂનથી નવા સત્રનો પ્રારંભ થઈ ગયો છે, યુજી સેમેસ્ટર 3, 5 અને 7 અને પીજી સેમ-3નું ઓનલાઈન શિક્ષણકાર્ય (Online education)શરૂ થશે. શિક્ષણ વિભાગે (Education Department) શૈક્ષણિક વર્ષ 2021-22 માટેનું કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે.

 

જેમાં 1 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે, 1 ડિસેમ્બરથી બીજું સત્ર શરૂ થશે. યુનિવર્સિટીઓ હાલ ઓનલાઈન પરીક્ષા (Online exam) જ લઈ શકશે, સરકારની સૂચના બાદ જ ઓફલાઈન પરીક્ષા (Offline exam)અને ફિઝિકલ વર્ગ શરૂ કરી શકાશે.

 

આ પણ વાંચો: Americaના સ્ટુડન્ટ વિઝા માટે આજથી ઈન્ટરવ્યૂ સ્લોટ અપાશે, રસીના સર્ટિફિકેટની જરુર નહીં

Click on your DTH Provider to Add TV9 Gujarati