અયોધ્યાથી રામ પૂજીત અક્ષત પહોંચ્યા આણંદ, ‘શબરી’એ કર્યું ભાવભીનું સ્વાગત, જુઓ વીડિયો
તારાપુર ગામની રણછોડરાય સોસાયટીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, રણછોડરાય સોસાયટીમાં એક નાની બાળકીએ "શબરી"નું રૂપ ધારણ કરીને અક્ષત વિતરણ કરવા આવેલા દરેક સભ્યોનું ખૂબ જ હૃદય પૂર્વક સ્વાગત કર્યું
આણંદ જિલ્લાના તારાપુર ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તારાપુર ગામમાં જ્યારે અયોધ્યાથી પૂજિત અક્ષત , અને આમંત્રણ પત્રિકાનું વિતરણ થઈ રહ્યું હતું, ત્યારે તારાપુર ગામની રણછોડરાય સોસાયટીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, રણછોડરાય સોસાયટીમાં એક નાની બાળકીએ “શબરી”નું રૂપ ધારણ કરીને અક્ષત વિતરણ કરવા આવેલા દરેક સભ્યોનું ખૂબ જ હૃદય પૂર્વક સ્વાગત કર્યું અને અયોધ્યામાં બિરાજમાન રમલલ્લા ભગવાનનું આમંત્રણ સ્વીકાર કર્યું.
