Viral Video: લગ્ને લગ્ને કુંવારા છે આ ભાઈ, પોતાનાં જ લગ્નમાં હાજર હતા પોતાનાં 135 બાળક અને 126 પૌત્ર, જાણો કેટલામી વાર કર્યા લગ્ન

Viral Video: પ્રાચીન કથાઓમાં એવા કિસ્સાઓ સાંભળ્યા હતા કે જેમાં રાજાઓની ઘણી બધી પત્નિઓ હતી પરંતુ 21 મી સદીમાં આ પ્રકારની ઘટના ભાગ્યેજ સાંભળવા મળે છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jun 09, 2021 | 2:14 PM

Viral Video: સોશિયલ મીડિયામાં(Social Media) રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે તેમાં કેટલાક વીડિયો એવા હોય છે જે તમને માથું ખંજવાડવા પર મજબૂર કરી દે છે. હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કપલ લગ્નનાં બંધનમાં બંધાઇ રહ્યુ છે. વાંચીને સામાન્ય લાગતી વાત ખરેખર સામાન્ય નથી અને આ વીડિયોને જોઇને લોકો હવે વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો શેયર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયોમાં દેખાતા વ્યક્તિનાં આ 37 માં લગ્ન છે. 36 વાર લગ્ન થઇ ચૂક્યા હોવા છતાં આ માણસ 37 મી વાર વરરાજા બનવા તૈયાર છે. વીડિયો પહેલી નજરમાં સામાન્ય જ લાગે છે પરંતુ તેની આ હકિકત જાણ્યા બાદ લોકો પોતાની હંસી રોકી નથી શક્તા

આ વીડિયોને ટ્વિટર પર ઇન્ડિયન પોલીસ સર્વિસના અધિકારી રૂપિન શર્માએ શેયર કર્યો છે અને તેમણે કેપ્શનમાં લખ્યુ છે કે, ’28 પત્નિ, 135 બાળકો અને 126 પૌત્રની સામે 37 મી વાર લગ્ન કરવા જઇ રહ્યો છે. આ ખૂબ બહાદુર વ્યક્તિ છે.’

આપણે પ્રાચીન કથાઓમાં એવા કિસ્સાઓ સાંભળ્યા હતા કે જેમાં રાજાઓની ઘણી બધી પત્નિઓ હતી પરંતુ 21 મી સદીમાં આ પ્રકારની ઘટના ભાગ્યેજ સાંભળવા મળે છે. આ વીડિયોને લઇને ઘણા બધા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. એક દાવા પ્રમાણે આ વીડિયો ઝિમ્બાબ્વેનો છે અને આ વ્યક્તિનું નામ મિશેક ન્યાંડોરો છે. તેમની ઇચ્છા છે કે મરવા પહેલા તેમની 100 પત્નિઓ હોય અને આ પત્નિઓથી તેમને 1000 જેટલા બાળકો હોય

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">