બાળકે રમકડાંની બંદૂકથી ટ્યુબલાઇટને બનાવી નિશાન, વીડિયો જોઈને લોકોએ કહ્યું આ ને ચોક્કસ ઠપકો મળશે

બાળકે રમકડાંની બંદૂકથી ટ્યુબલાઇટને બનાવી નિશાન, વીડિયો જોઈને લોકોએ કહ્યું આ ને ચોક્કસ ઠપકો મળશે
viral video of child (Image-Instagram)

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક બાળકનો ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળકે શાર્પ શૂટરની જેમ પરફેક્ટ ટાર્ગેટ પર નિશાન લગાવ્યું છે. જેને જોઈને નેટીઝન્સ હચમચી ગયા છે.

TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Mar 04, 2022 | 10:54 AM

નાના બાળકો દરેકને ગમે છે (Kids Viral Video). સોશિયલ મીડિયા પર તેના વીડિયો પણ અવાર-નવાર જોવા મળે છે. જે આવતાની સાથે જ છવાયેલા રહે છે. ઘણીવાર તમે બધાએ બાળકોના ઘણા બધા વીડિયો જોયા હશે અને આ વીડિયો એવા હોય છે કે તેઓ વારંવાર જોવા માંગે છે. હવે આ એપિસોડમાં એક બાળકનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક બાળક શાર્પ શૂટરની જેમ પરફેક્ટ નિશાન લગાવે છે. જેને જોયા બાદ નેટીઝન્સ હચમચી ગયા છે. કારણ કે વીડિયોમાં બાળક એકદમ પ્રોફેશનલ લાગે છે. આ જ કારણ છે કે યુઝર્સ તેને વારંવાર જોઈ રહ્યા છે.

જૂઓ આ વીડિયો….

 

View this post on Instagram

 

A post shared by DHKG (@deo.hieukieugi)

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાળક તેની રમકડાંની બંદૂક વડે તેના રૂમની અંદર ટ્યુબ લાઈટને (Tube light) નિશાન બનાવવા માટે તૈયાર ઉભું છે અને તેને લાગે છે કે તેનું લક્ષ્ય નિશ્ચિત છે. તે તરત જ ફાયરિંગ કરે છે. જેના કારણે રૂમની અંદર અંધારું થઈ જાય છે. બાળકના આ ટાર્ગેટથી લોકો આશ્ચર્યમાં પડી ગયા છે અને વિચારી રહ્યા છે કે બાળક આટલું ચોક્કસ ટાર્ગેટ કેવી રીતે બની શકે?

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર deo.hieukieugi નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. તેને જોયા પછી કોઈપણના ચહેરા પર સ્મિત આવી જશે. જાણવા મળી રહ્યું છે કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ધૂમ મચાવી રહ્યો છે. તેની સાથે જ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં પણ ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક યુઝરે વિડિયો પર કમેન્ટ કરીને લખ્યું, ‘તેનો ટાર્ગેટ શૂટર જેવો પરફેક્ટ હતો.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, મને ખબર નથી કે આ નાનકડા શાર્પશૂટરને ઘરમાં વખાણ થશે કે નહીં, પરંતુ એક વાત ચોક્કસ કહી શકાય. ટ્યુબ લાઈટ ફોડવા બદલ તેને ચોક્કસ ઠપકો મળશે. ત્રીજા યૂઝરે લખ્યું, ‘હાય, આ બાળક કેટલું સુંદર અને ક્યૂટ છે’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે આના પર ફની કમેન્ટ્સ કરી છે.

આ પણ વાંચો: Viral: જેસીબી ચાલકે બાઈક પર બેઠેલા શખ્સની કરી મદદ, લોકોએ કહ્યું માનવતા હજુ જીવે છે

આ પણ વાંચો: બિલાડીને ગાતા જોઈ છે ક્યારેય ? Viral વીડિયોમાં જુઓ કેવા તાલથી રેલાવી રહી છે સૂર

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati