Viral Video: હાર્દિક પંડ્યાની ભાઇ-ભાઇની જોડીએ બોલીવુડ સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ ડાન્સનો વિડિયો

ટીમ ઇન્ડીયા (Team India) ના ઓલ રાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) આ દિવસો દરમ્યાન પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. તે હાલમાં પોતાના પરિવાર સાથે સારો સમય વિતાવી રહ્યો છે. કૃણાલ પંડ્યા અને તેની પત્નિ પંખૂરી (Pankhuri) બંને એક બીજા સાથે ભરપૂર સમય પસાર કરતા હોય છે.

Avnish Goswami
| Edited By: | Updated on: Mar 19, 2021 | 8:27 AM

ટીમ ઇન્ડીયા (Team India) ના ઓલ રાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) આ દિવસો દરમ્યાન પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. તે હાલમાં પોતાના પરિવાર સાથે સારો સમય વિતાવી રહ્યો છે. કૃણાલ પંડ્યા અને તેની પત્નિ પંખૂરી (Pankhuri) બંને એક બીજા સાથે ભરપૂર સમય પસાર કરતા હોય છે. બંને જેના ફોટો પણ અવારનવાર સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે. આ રોમેન્ટીક કપલની અનેક તસ્વીરો ફેંસ એ જોઇ હશે, પરંતુ હાલમાં બંનેએ ડાન્સ કરતો એક વિડીયો તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. કૃણાલ અને પંખૂરી બંને બોલીવુડ (Bollywood) ના મશહૂર ગીત કજરા રે કજરા રે.. પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. કપલ નો ડાન્સ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

કૃણાલ પંડ્યા દ્રારા શેર કરવામાં આવેલા વિડીયોમાં પંખૂરી ખૂબ જોરદાર સ્ટેપ્સ સાથે ડાંસ કરી રહી છે. કૃણાલ પંડ્યા પણ તેની સાથે ખૂબ ઠુમકા લગાવી રહ્યો છે. ફેંસને પણ આ કપલની અદાઓ પણ ખૂબ પસંદ આવી રહી છે. આમ પણ કૃણાલ અને પંખૂરીની જોડી ફેંસમાં પ્રચલીત છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) પણ તેની ભાભી પંખૂરીની ખૂબ લાગણી ધરાવે છે, ગત જાન્યુઆરી માસમાં જ કૃણાલ અને હાર્દિક પંડ્યાના પિતાનુ અવસાન થયુ હતુ. જેને લઇને હાર્દિક પંડ્યાએ ભાવુક પોષ્ટ પણ સોશિયલ મીડિયામાં મુકી હતી.

કૃણાલ આ દિવસોમાં ભારતીય ટીમની બહાર છે, પિતાના નિધન બાદ કૃણાલ પંડ્યા સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટને અધવચ્ચે જ છોડી દઇને પરત ફર્યો હતો. કૃણાલ ભારત માટે અત્યાર સુધીમાં 18 T20 મેચ રમી ચુક્યો છે, જેમાં તેણે 121 રન ની સાથે 14 વિકેટ પણ ઝડપી છે. વડોદરાનો ઓલરાઉન્ડર ખેલાડી વર્ષ 2018માં વેસ્ટઇન્ડીઝ સામે રમીને પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરની શરુઆત કરી હતી. કૃણાલ પંડ્યા પોતાની આખરી મેચ 2019માં રમ્યો હતો.

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">